રાષ્ટ્રપતિ ટ્રંપે યૂજીન સ્કાલિયાની કેબિનેટ પ્રધાન તરીકે પસંદગી કરી છે. આ પદ પર ગયા અઠવાડિયા સુધી અલેક્જેંડર અકોસ્ટા રાજીનામું આપ્યા પહેલા ફરજ પર હતા. સ્કાલિયા સર્વોચ્ચ ન્યાયાલયના દિવંગત કંજર્વેટિવ ન્યાયાધીશ એંટોનિન સ્કાલિયાના પુત્ર છે.
યૂજીન સ્કાલિયા અમેરિકાના નવા શ્રમ પ્રધાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી નિમણૂંક - gujarati news
અમેરિકાઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે દક્ષિણપંથી કૉર્પોરેટ વકીલ યૂજીન સ્કાલિયાની નવા શ્રમપ્રધાન તરીકે નિમણૂંક કરી છે. ટ્રમ્પે પૂર્વ શ્રમપ્રધાનને બાળ યૌન તસ્કરીમાં અરબપતિ આરોપીને પદથી હટાવવાની મજબૂરી હતી.
ટ્રમ્પે ટ્વીટર પર લખ્યું, 'જીન સ્કાલિયાને નવા શ્રમપ્રધાન તરીકે નિમણૂંક કરવાની ખુશી છે. તેમનું કાયદાકીય અને શ્રમ ક્ષેત્રે મહત્વનું યોગદાન રહેલું છે. વકીલ તરીકે તેમનું ખૂબ જ સન્માન છે અને તેઓ ખૂબ જ અનુભવી છે. તેઓ સરકારમાં મહત્વપૂર્ણ સદસ્ય હશે. એવી સરકાર જ્યાં ઈતિહાસની અન્ય સરકારોની સરખામણીમાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ કામ કર્યું છે.'
સ્કાલિયા લાંબા સમય સુધી મોટા કોર્પોરેશન જેવા વોલમાર્ટના ડિફેંસ અર્ટાની રહ્યાં હતા. વોલમાર્ટની કર્મચારીઓને ઓછો પગાર આપવાની બાબતે ટીકા થાય છે. એટલે ડેમોક્રેટીક પક્ષના સાંસદ અને શ્રમ સંગઠન આ નિમણૂંકનો વિરોધ કરશે.