વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, દેશમાં કોરોનાથી થનારા મોત 1 લાખથી ઓછા રહેશે.
જો કે, શુક્રવારે તેમણે સ્વિકાર્યું કે, આ સંખ્યા ખૂબ વધુ છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, દેશમાં કોરોનાથી થનારા મોત 1 લાખથી ઓછા રહેશે.
જો કે, શુક્રવારે તેમણે સ્વિકાર્યું કે, આ સંખ્યા ખૂબ વધુ છે.
અમેરિકામાં કોરોનાથી થનારા મૃત્યુ પર ટ્રમ્પનો અંદાજ સમય-સમય પર બદલાતો રહે છે. તેમણે હંમેશા વધુ સંખ્યાનું અનુમાન લગાવ્યું છે. જેથી તે ચીનથી મુસાફરી પર પ્રતિબંધ લગાવીને લોકોને બચાવવાનાં તેમના વહીવટી તંત્રનાં દાવાઓને ન્યાયી ઠેરવી શકે.
જો કે, પરપ્રાંતીય, સ્થાનિક અને જાહેર ક્ષેત્રના આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ કીટ અને ડૉકટરો તથા નર્સો માટે સલામતી સાધનોના અભાવના દાવા ટ્રમ્પની કાર્યવાહીની પોલ ખોલે છે.
વ્હાઇટ હાઉસ ખાતેના કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના સંયોજક ડૉક્ટર ડેબોરા બિર્ક્સે, 29 માર્ચે કોરોના વાઇરસના સંક્રમણના કારણે 1 લાખથી 2,40,000 અમેરિકી નાગરિકોનાં મોતનો અંદાજ લગાવ્યો છે, પરંતુ સાથે જ તેમણે કહ્યું હતું કે, જો લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે, તો જ આ શક્ય છે.