વોશિગ્ટન : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત સંકેત આપ્યો છે કે, નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિલંબ થઈ શકે છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો મેઇલ-ઇન વોટિંગ વધારો થાય તો પરિણામમાં છેતરપિંડી થવાની શકયતાઓ વધુ છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, કહ્યું- ચૂંટણીમાં વિલંબ થઈ શકે છે - અમેરિકામાં ચૂંટણીની તારીખ નક્કી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે યુ.એસ. બંધારણમાં ચૂંટણીની તારીખ નક્કી કર્યા હોવા છતાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિલંબ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે.
યુએસમાં સંઘીય ચૂંટણીની તારીખ બંધારણ મુજબ નક્કી કરવામાં આવી છે અને નવેમ્બરના પહેલા સોમવાર પછીના આવનાર મંગળવારે ચૂંટણીઓ યોજવામાં આવે છે. ચૂંટણીની તારીખ બદલવા માટે કોંગ્રેસના અધિનિયમની આવશ્યકતા પડે છે. બંધારણ મુજબ 20 જાન્યુઆરી, 2021ના રોજ નવા રાષ્ટ્રપતિના શપથ લેવાની તારીખમાં ફેરફાર કરવાની કોઈ જોગવાઈ નથી.
જો ચૂંટણીમાં વિલંબ થશે તો અમેરિકા માટે તે મોટી શરમજનક વાત હશે. પાંચ રાજ્યો પહેલેથી જ મેઇલ-ઇન-બેલેટ પર વિશિષ્ટપણે નિર્ભર છે, અને તેઓ કહે છે કે તેમની પાસે જરૂરી સુરક્ષા ઉપાય છે.