ગુજરાત

gujarat

ETV Bharat / international

પુલવામા હુમલા બાદ ભારત-પાક. વચ્ચે સ્થિતિ વધુ ખરાબ થઇ: ટ્રંપ - CRPF

ન્યૂઝ ડેસ્કઃ પુલવામામાં CRPF જવાનો પર હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તણાવને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અત્યંત જોખમી ગણાવ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમને લાગે છે કે આ બાબતમાં ભારત વધુ કડક પગલા લેવાનું વિચારી રહી છે.

njstrh

By

Published : Feb 23, 2019, 10:32 AM IST

પત્રકારો સાથે વાત કરતા ટ્રંપે કહ્યું કે, આ સમય ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. તે ખૂબ ખરાબ સ્થિતિ છે. બંને દેશોની હાલત ખરાબ છે. અમે ઈચ્છીએ છીએ કે આ બધુ જલ્દી જ શાંત થઇ જાય. થોડા દિવસ પહેલા ઘણા લોકોના મોત નીપજ્યા હતાં. ટ્રંપે વધુમાં જણાવ્યું કે, ભારત કડક રીતે વિચારી રહ્યું છે, ભારતે 50 લોકોને ગુમાવ્યા છે, તે વિશે ઘણા લોકો વાત કરી રહ્યા છે, પરંતુ અહીં ખૂબ નાજુક સ્થિતિ ચાલી રહી છે. જે કંઈ કાશ્મીરમાં થયું છે તે સમય ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણી સમસ્યાઓ છે. જે ખરાબ કહી શકાય.

પુલવામામાં CRPF જવાનોના કાફલા પર હુમલો કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સીમા પરવ પહોંતી ગયો છે. આ હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. હુમલા બાદ તુરંત જ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી.

આ આતંકી હુમલા બાદ ભારતે તેના માટે સીધું પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું. ભારતે તુરંત જ કાર્યવાહી કરતા પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનું પદ છીનવી લીધું. તે બાદ પાકિસ્તાનથી આવનારા સામાન પર ઇમ્પોર્ટ ડ્યુટીનો 200 ટકા વધારી દેવામાં આવી છે.

UNના નિર્ણય લેનારી સૌથા મોટી સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ હુમલાની નિંદા કરી છે. UNSCએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સંદર્ભ આપતા કહ્યું કે, આ હુમલા પાછળ જે આતંકવાદીઓનો હાથ છે તેને સજા મળવી જોઈએ. UNSCએ આ હુમલાને ભયંકર ગણાવ્યો. અમેરિકાના ન્યૂજર્સી અને ન્યૂયૉર્કમાં ભારતીય મૂળના લોકોએ પુલવામા આતંકી હુમલા વિરૂદ્ધ પ્રદર્શન કરી અને વિશ્વ સમુદાય સાથે પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી.

ન્યૂજર્સીના રૉયલ અલબર્ટ પેલેસમાં ભારતીય સમુદાયના ઘણા લોકો મળીને અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. તેવી જ રીતે, ન્યૂયોર્કમાં 22 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના કાન્સુલેટ સામે 100થી વધુ લોકો એકત્ર થયા અને પુલવામા હુમલા સામે પ્રદર્શન કર્યું.

ABOUT THE AUTHOR

...view details