ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાનમાં બાકી રહેલા 1,500 અમેરિકી 31 ઓગસ્ટ પછી પણ દેશ છોડી શકશેઃ અમેરિકી વિદેશ પ્રધાન - Afghanistan

તાજેતરમાં જ અમેરિકા સૈન્યને 31 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાન છોડી દેવા ધમકી આપી હતી. તેવામાં અમેરિકાના વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કને (US Secretary of State Anthony Blinken) એક સંવાદદાતા સંમેલન દરમિયાન નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 14 ઓગસ્ટથી અત્યાર સુધી 82,300થી વધુ લોકોને કાબુલથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. અફઘાનિસ્તાનમાં ઓળખાયેલા 6,000 અમેરિકી નાગરિકોમાંથી ઓછામાં ઓછા 4,500 લોકો અને તેમના પરિવારને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે.

By

Published : Aug 26, 2021, 9:48 AM IST

  • અમેરિકાના વિદેશ પ્રધાને અફઘાનિસ્તાનમાં રહેલા અમેરિકી અંગે આપ્યું નિવેદન
  • અફઘાનિસ્તાનમાં હજી પણ 1,500 અમેરિકી નાગરિકો, 31 ઓગસ્ટ પછી પણ છોડી શકશે દેશ
  • 14 ઓગસ્ટથી અત્યાર સુધી 82,300થી વધુ લોકોને કાબુલથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા

તાલિબાને તાજેતરમાં જ અમેરિકા સૈન્યને 31 ઓગસ્ટ સુધી અફઘાનિસ્તાન છોડી દેવા ધમકી આપી હતી. તેવામાં અમેરિકાના વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કને એક સંવાદદાતા સંમેલન દરમિયાન નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 14 ઓગસ્ટથી અત્યાર સુધી 82,300થી વધુ લોકોને કાબુલથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. અફઘાનિસ્તાનમાં ઓળખાયેલા 6,000 અમેરિકી નાગરિકોમાંથી ઓછામાં ઓછા 4,500 લોકો અને તેમના પરિવારને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. અમેરિકાના વિદેશ પ્રધાનનું કહેવું છે કે, 31 ઓગસ્ટનો સમયગાળો પૂર્ણ થયા પછી પણ લોકો અફઘાનિસ્તાન છોડી શકશે. સૈન્ય નિકાસી પ્રયાસ સમાપ્ત થયા પછી પણ લોકો અફઘાનિસ્તાનને છોડવામાં સક્ષમ હશે. આ પ્રયાસ 31 ઓગસ્ટે સમાપ્ત નહીં થાય. જે પણ લોકો અફઘાનિસ્તાન છોડવા માગશે તેને અમેરિકા મદદ કરશે.

આ પણ વાંચો-અમેરિકાની સેનાને અફઘાનિસ્તાનમાં રોકવાના સમર્થનમાં બ્રિટેન સહિત કેટલાક દેશ, પરંતુ તાલિબાન આપી રહ્યું છે ધમકી

12 દિવસના અભિયાન છતા 1,500 અમેરિકી અફઘાનિસ્તાનમાં

અમેરિકા વિદેશ પ્રધાને વધુમાં કહ્યું હતું કે, તંત્રનું માનવું છે કે, 12 દિવસો સુધી સૈન્ય વિમાનોથી અમેરિકીઓને કાઢવાના અભિયાન છતા હજી પણ લગભગ 1,500 અમેરિકી અફઘાનિસ્તાનમાં છે. 14 ઓગસ્ટે તાલિબાનીઓ કાબુલ પહોંચ્યા ત્યારથી દિવસ-રાત ચાલી રહેલા અભિયાનમાં અત્યાર સુધી 4,500 અમેરિકીઓને ત્યાંથી કઢાયા છે.

આ પણ વાંચો-તાલિબાને અમેરિકાને 31 ઓગસ્ટ સુધી કાબુલને ખાલી કરવા આપેલી ચેતવણી અંગે અમેરિકાએ શું કહ્યું?

મંગળવાર સુધી નિકાસી અભિયાન પૂર્ણ કરવાની યોજના વચ્ચે વિદેશ પ્રધાનનું નિવેદન

ઉલ્લેખનીય છે કે, આગામી મંગળવાર સુધી અમેરિકી દ્વારા નિકાસી અભિયાન પૂરું કરવાની યોજના વચ્ચે બ્લિન્કને અફઘાનિસ્તાનમાં હાજર અમેરિકીઓની સંખ્યાને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકી અધિકારી લગભગ 500 અમેરિકીઓના સંપર્કમાં છે અને તેમણે અફઘાનિસ્તાનથી સુરક્ષિત કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય 1,000 લોકો સુધી પણ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details