વોશિંગ્ટનઃ હોપકિન્સ યુનિવર્સિટીના કોષ્ટકમાં આ આંકડો નોંધવામાં આવ્યો છે. કોષ્ટક મુજબ અમેરિકામાં 40 હજાર 585 લોકોના મોત થયા છે. જેમાંથી 50 ટકા લોકો ન્યૂયોર્કના છે.
અમેરિકામાં કોરોના દર્દીઓનો મૃતકઆંક 40 હજારને પાર - અમેરિકામા કોરોનાથી મોત
વૈશ્વિક કોરોના મહામારીએ ચીન, પેરિસ અને હવે સુપર પાવર અમેરિકાને પણ પોતાના ભરડામાં લીધુ છે. 19 એપ્રિલે જાહેર કરાયેલા આંકડા મુજબ અહીં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 50 ટકા લોકો ન્યૂયોર્કના છે.
અમેરિકામાં કોરોના દર્દીઓનો મૃતકઆંક 40 હજારને પાર
17 એપ્રિલે 540 જેટલા લોકોના મોત થયા હતા, જે દર્શાવે છે કે, મહામારીના સંકટનો હજી અંત નથી આવ્યો. ન્યુયોર્કમાં 15 એપ્રિલે 606 લોકોનાં મોત થયા હતા, જે ગત 10 દિવસ કરતાં ઓછો મૃતકઆંક હતો.
આ 540 લોકોમાંથી 504 લોકોના મોત હોસ્પિટલમાં થયા હતા તેમજ 36 લોકોના મોત નર્સિંગ હોમમાં થયા હતા.