ગુજરાત

gujarat

ટ્રમ્પની ચૂંટણી રેલી પહેલા વિરોધીઓનો હોબાળો, 'બ્લેક લાઇવ્સ મેટર'ના લાગ્યા નારા...

કોરોના રોગચાળા વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટુલ્સામાં પ્રથમ ચૂંટણી રેલી યોજાવાની હતી. જેમાં રેલી પહેલા ટ્રમ્પ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામ થતાં તણાવપૂર્ણ વાતાવરણમાં ઉભું થઈ ગયું હતું.

By

Published : Jun 21, 2020, 5:33 PM IST

Published : Jun 21, 2020, 5:33 PM IST

Tensions flare at protests outside Trump rally in Tulsa
ટ્રમ્પની ચૂંટણી રેલી પહેલા વિરોધીઓનો હોબાળો

વૉશિંગ્ટન: કોરોના રોગચાળા વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટુલ્સામાં પ્રથમ ચૂંટણી રેલી યોજાવાની હતી. જેમાં રેલી પહેલા ટ્રમ્પ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામ થતાં તણાવપૂર્ણ વાતાવરણમાં ઉભું થઈ ગયું હતું. આ રેલીના સ્થળની બહાર એકત્ર થયેલા વિરોધીઓએ બ્લેક લાઇવ્સ મેટરના નારા લગાવ્યા હતાં. લોકોએ શહેરના મુખ્ય માર્ગો પર કૂચ કરી હતી. જેથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

મહત્વનું છે કે, પોલીસ દ્વારા બ્લેક જ્યોર્જ ફ્લોઇડની હત્યાથી અમેરિકામાં રાષ્ટ્રવ્યાપી અશાંતિ ફેલાઈ છે. આ સિવાય વચ્ચે કોરોના વાઇરસ અંગેની સ્વાસ્થ્યની ચિંતા અને હિંસાના ડરને કારણે ટ્રમ્પેની ચૂંટણી રેલીઓ અત્યાર સુધી મુલતવી રખાઈ હતી. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે, અશ્વેતોના દેખાવોના કારણે રેલીઓમાં લોકો ઓછા આવી રહ્યાં છે. માર્ચ પછી ટ્રમ્પની પહેલી રેલી શનિવારે ઓક્લાહોમામાં થઈ હતી. કોરોના વાઈરસના કારણે આ રેલીને અટકાવવા માટે ઘણા લોકોએ ઓક્લાહોમાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.

માર્ચ બાદ ટ્રમ્પની પહેલી ચૂંટણી રેલી ઓક્લાહોમાના બીઓકે સેન્ટર સ્ટેડિયમમાં યોજાઈ હતી. જેમાં પણ ઓછા લોકો પહોંચ્યા હતાં. ટ્રમ્પની બીજી ચૂંટણી રેલી ટુલ્સાના સ્ટેડિયમમાં યોજાવાની હતી, જેમાં ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ પણ સામેલ થવાના હતાં, પંરતુ વિરોધ પ્રદર્શનને કારણે હવે એ મુલતવી રાખવામાં આવી છે. મહત્વનું છે કે, ઓક્લાહોમાના બીઓકે સેન્ટર સ્ટેડિયમની રેલીમાં પ્રવેશ કરવા માટે હજારો લોકોના નામ આવ્યાં હતા, પરંતુ સ્ટેડિયમની અંદર ઓછા લોકો જોવા મળ્યા હતાં.

નોંધનીય છે કે, કોરોના કેર વચ્ચે ટ્રમ્પ હાલ ઘણા રાજકીય વિરોધોનો સામનો કરી રહ્યાં છે. કોરોના સામે લડવા માટે ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ અને હવે કોમવાદી ભેદભાવ અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેની અસર ચૂંટણીની રેલીઓ પર જોવા મળી રહી છે. અમેરિકામાં આગામી નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ અંગે તાજેતરમાં જ થયેલા એક ઓપિનિયન પોલમાં ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી હોવાની વાત પણ સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details