'શીખ સોસાયટી આફ સાન ડિએગો' બલજીત સિંહે કહ્યું કે, શીખ સમુદાયનો આ પ્રયાસ કામયાબ થયો છે. તેઓએ કહ્યું કે, 'આનાથી રાષ્ટ્રીય સ્તરે માત્ર શીખ સમુદાય જ નહીં, પરંતુ અમેરિકામાં અન્ય જાતિના સમુદાયો માટે પણ આગળના રસ્તા ખુલી ગયા છે.
અમેરિકામાં સૌપ્રથમ વખત શીખ નાગરિકોની અલગથી ગણતરી થશે - america
વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રથમવાર શીખ નાગરિકોની 2020 જનગણનામાં અલગથી ગણતરી કરવામાં આવશે. આ જાણકારી અલ્પસંખ્યક સમુદાયના એક સંગઠને આપી હતી અને શીખની ગણના એક મીલના પત્થર તરીકે કરવામાં આવી છે.
અમેરિકામાં સૌ પ્રથમ વખત થશે શિખની અલગથી ગણના
'યૂનાઇટેડ શીખ'એ પોતાને એક મીલના પત્થર દર્શાવતા કહ્યું કે, એવુ પ્રથમ વખત થશે જ્યારે અલ્પસંખ્યક સમુદાયની ગણના અમેરિકામાં દર 10 વર્ષ પર થનારી ગણનામાં કરવામાં આવશે અને તેને અંકિત કરવામાં આવશે.
યૂનાઇટેડ શીખના એક પ્રતિનિધિમંડળે હાલના સમયમાં યૂએસ સેન્સસની સાથે બેઠક કરી હતી. જેની છેલ્લી બેઠક સાન ડિએગોમાં 6 જાન્યુઆરીના રોજ થઇ હતી. યૂનાઇટેડ શિખના અનુમાન અનુસાર અમેરિકામાં રહેનારા શીખની સંખ્યા 10 લાખ છે.