વોશિંગ્ટનઃ ભારતથી હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો પહેલો જથ્થો શનિવારના રોજ અમેરિકા પહોંચી ચૂક્યો છે. જેને કોરોના વાઇરસની સારવારની દવાના રૂપમાં જોવામાં આવી રહી છે. અમેરિકા અને બાકીના દેશોના મદદ કરવા માટે ભારતએ થોડા દિવસો પહેલા મલેરિયા રોધી આ દવાના નિકાસ પર પ્રતિબંધ માનવીય આધાર પર દૂર કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વિનંતિ પર આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતે અમેરિકાને હાઇડ્રોક્સીક્લોરોક્વિનની 35.82 લાખ ટેબલેટને નિકાસ કરવાની મંજૂરી આપી છે અને તેના સાથે દવાના બનાવવામાં વપરાતી ફાર્માસ્યૂટિકલ સામગ્રીઓ અને એપીઆઇ પણ માકલવામાં આવી છે.
ભારતથી હાઇડ્રોક્સીક્લોરોક્કીનનો પહેલો સ્ટોક અમેરિકા પહોચ્યો અમેરિકાએ ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ ટ્વિટ કર્યું કે, કોવિડ-19ના વિરુદ્ધ લડાઇમાં અમારા મદદગારને અમારી પૂરતી મદદ છે. ભારતથી હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો પહેલો સ્ટોક આજે નેવાર્ક એરપોર્ટ પર પહોચ્યો છે.
ટ્રંપે છેલ્લા અઠવાડિયે ફોન કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે અમેરિકા માટે મલેરિયાને પડકાર આપનાર દવાને નિકાસ કરવાની અરજી કરી હતી, ત્યારે ભારતે 7 એપ્રિલના રોજ ભારતે દવાના નિકાસ પર લગાવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. ભારત વિશ્વમાં સૌથી વધારે આ દવા બનાવે છે. પુરી દૂનિયામાંથી ભારત એકલું હાઇડ્રોક્સીક્લોરોક્વિનનું 70 ટકા ઉત્પાદન કરે છે.
અમેરિકાના ખાધ અને ઓષધિ વિભાગે કોરોના વાઇરસના ઉપચાર માટે સંભવિત દવાના રૂપમાં હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપાય જણાવ્યો છે અને ન્યૂયોર્કના 1500થી વધારે કોરોના વાઇરસના દર્દીઓ પર તેનો પ્રયોગ કર્યો છે.
અમેરિકાના લોકોએ આ સ્ટોકના આગમનનું સ્વાગત કર્યું
ન્યૂયોર્કમાં રહેનાર રિયલ સ્ટેટ સલાહકાર અને ટ્રંપ સમર્થક અલ મેસને કહ્યું કે, અમેરિકા ભારતની આ મહાન માનવીય મદદને ક્યારેય નહી ભુલે. રાષ્ટ્રપતિ ટ્રંપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને દૂનિયાના સૌથી મોટા લોકતંત્ર પહેલા કરતા પણ વધારે સારા સંબંધો છે.