જાપાનના ટોક્યોમાં પત્રકાર પરીષદ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે, “હું ઇરાનના કેટલાય લોકોને જાણું છું, તેઓ મહાન છે. તેઓ આજે નેતૃત્વને આધારે દુનિયામાં મહાન દેશ બનાવાની શક્તિ સાથે મોકો ઘરાવે છે, અમેરિકા ઇરાનમાં સત્તા પરિવર્તન નથી ઇચ્છતું, પરંતુ ઇરાનમાં પરમાણુ હથિયાર ન બને તેવું ઇચ્છી રહ્યા છીએ.”
અમેરિકા ઇરાનમાં સત્તા પરિવર્તન નથી ઇચ્છતુંઃ ટ્રમ્પ - iran
ટોક્યો: અમેરિકા અને ઇરાન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી કોલ્ડવૉર ચાલી રહ્યું છે. જ્યારે અમેરિકા અને ઇરાન બન્ને દેશ તરફથી એક બીજાની સીધી અને આડકતરી રીતે ઘમકીઓ પણ આપવામાં આવી હતી. ત્યારે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન પ્રવાસ દરમિયાન નિવેદન આપ્યું હતું કે, અમેરિકા ઇરાનમાં સત્તા પરિવર્તન નથી ઇચ્છતુ, જ્યારે ઇરાન દેશ આજે નેતૃત્વથી મહાન દેશ બનવાની શક્તિ ઘરાવે છે.
તે ઉપરાંત ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે, “અમેરિકા કોઇપણ પ્રકારે ઇરાનને નુકશાન પહોંચાડવા માંગતું નથી. જ્યારે ઇરાન તરફથી ઉભા થઇ રહેલા સંભવિત ખતરાને ટાળવા માટે પશ્ચિમ એશિયામાં વધુ 1500 સૈનિકો મુકવામાં આવ્યા છે. જ્યારે ઇરાન સાથે થયેલા આંતરરાષ્ટ્રીય પરમાણુ સંઘીથી તેઓ બહાર નીકળી ગયા અને તેલ ઉત્પાદન કરતા દેશ પર પ્રતિબંધ લગાવવાના મુદ્દે ટ્રમ્પે વિરોધ કર્યો હતો. ત્યારબાદ જ બન્ને દેશો વચ્ચે સબંધો ખરાબ થયા હતા.”
પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે, “અમે સમજૂતી કરવા તૈયાર છે. અમે ચર્ચા કરીને કોઇ કારણ સુધી પહોંચી શકીએ છીએ, મને વિશ્વાસ છે કે ઇરાન વાતચીત કરવા ઇચ્છા ધરાવશે, જો ઇરાન ચર્ચા કરશે તો અમે પણ વાત કરવા તૈયાર છીએ.”