નોબલ પારિતોષિક 2019 રસાયણ વિજ્ઞાન માટે જોહ્ન ગુડઈનફ(અમેરિકા), સ્ટેનલી વ્હિટિંગહામ(બ્રિટન) અને અકિરા યોશિનો(જાપાન)ને એનાયત કરવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લિથિયમ આર્યન બેટરીના વિકાસ માટે તેમને આ સન્માન આપવામાં આવશે.
નોબલ 2019: રસાયણ વિજ્ઞાનનાં ત્રણ વૈજ્ઞાનિકો સન્માનિત - નોબલ પારિતોષિક 2019
નવી દિલ્હીઃ નોબલ પારિતોષિક 2019નાં ભૌતિક વિજ્ઞાન અને તબિબિ ક્ષેત્રે નામની જાહેરાત બાદ રસાયણ વિજ્ઞાનનાં ત્રણ વૈજ્ઞાનિકોને સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં અમેરિકા, બ્રિટન અને જાપાનનાં વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. લિથિયમ આર્યન બેટરીના વિકાસ માટે તેમને આ સન્માન આપવામા આવ્યું છે.
nobel-prize
આ સંદર્ભે પેનલએ કહ્યું કે, હળવા વજન વાળી આ રિચાર્જ બેટરીનો ઉપયોગ મોબાઇલ ફોનથી લઈને લેપટોપ તથા અન્ય તમામ ઇલેક્ટ્રિક વાહનોમાં થઈ શકે છે. આ બેટરીઓ સૌર અને પવન ઉર્જા પણ સંગ્રહિત કરી શકે છે.
આ પહેલા જેમ્સ પીબલ, મિશેલ મેયર અને ડિડિઅર ક્લોઝને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. 2019નો અડધો નોબેલ જેમ્સ પીબલને એનાયત કરાયો હતો, જ્યારે બાકીનો એવોર્ડ મિશેલ અને ડિડિઅરને સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો.