વોશિંગ્ટન: ચીનના વુહાન શહેરમાંથી દુનિયાભરમાં ફેલનારા કોરોના વાયરસથી અમેરિકામાં પણ 6 લોકોના મોત થયાં છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે જણાવ્યું કે, કોરોના વાયરસના નવા 43 કેસ નોંધાયા છે.
કોરોનાનો કહેર: અમેરિકામાં 6ના મોત, 43 નવા કેસ નોંધાયા - ચીનના વુહાન
ચીનના વુહાન શહેરમાંથી દુનિયાભરમાં પ્રસરીને ભંયકર સ્વરૂપ ધારણ કરી ચુકેલા કોરોના વાયરસથી અમેરિકામાં 6 લોકોનો મોત થયા છે. તેમજ બીજા 43 નવા કેસ નોંધાયા છે.
કોરોનાનો કહેર: અમેરિકામાં 6ના મોત, 43 નવા કેસ નોંધાયા
માઈક પેન્સે વધુમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં અમેરિકામાં કોરોના વાયરસના 43 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 29 કેસ કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં નોંધાયા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે છેલ્લા 14 દિવસમાં ઈરાનની મુસાફરી કરી હોય તેવા વિદેશી નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે જણાવ્યું છે કે, કોરોના વાયરસના સારવાર માટેની દવાઓ ઉનાળા સુધીમાં ઉપલબ્ધ કરવી લેવામાંં આવશે.