ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકાના કોલોરાડોમાં ફાયરિંગ, પોલીસકર્મી સહિત 10 લોકોના મોત - Colorado supermarket

અમેરિકાના કોલોરાડોના બોલ્ડર શહેરમાં એક અજાણ્યા હુમલાખોર દ્વારા થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત 10 લોકોના મોત થયા છે.

Colorado
Colorado

By

Published : Mar 23, 2021, 9:14 AM IST

  • અમેરિકાના કોલોરાડોમાં સુપર માર્કેટમાં ફાયરિંગ
  • પોલીસ અધિકારી સહિત 10 લોકોના મોતના સમાચાર
  • પોલીસે શંકાસ્પદ વ્યક્તિની કરી અટકાયત

કોલોરાડો: અમેરિકાના કોલોરાડોમાં સુપર માર્કેટમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં પોલીસ અધિકાર સહિત અન્ય લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગોળીબાર કોલોરાડોના બોલ્ડરના સુપર માર્કેટમાં થયો હતો.

આ પણ વાંચો: મેક્સિકોના જાલીસ્કો રાજ્યમાં ફાયરિંગ, 10 લોકોના મોત

પોલીસે શંકાસ્પદ વ્યક્તિની કરી અટકાયત

ત્યારે હાલ ફાયરિંગ પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. શંકાસ્પદ વ્યક્તિ ઈજાગ્રસ્ત અવસ્થામાં છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ પણ વાંચો:કાનપુર પોલીસ પર થયોલા ફાયરિંગનો વીડિયો સામે આવ્યો...

ABOUT THE AUTHOR

...view details