દુનિયાની સૌથી મોટી ફાસ્ટ ફૂડ ચેન મેકડોનાલ્ડ્સનાં સીઈઓ સ્ટીવ ઈસ્ટરબ્રુકને પોતાની કર્મચારી સાથે સંબંધ રાખવાનાં કારણે નોકરીમાંથી તગેડી મુકવામાં આવ્યા છે. કંપનીનાં નિર્દેશક મંડળના ધ્યાને આવ્યું કે સીઈઓએ પોતાની એક કર્મચારી સાથે પરસ્પર સહમતિથી સંબંધ બનાવીને ખોટું પગલું ઉઠાવ્યું છે. નિર્દેશક બૉર્ડે શુક્રવારનાં ઈસ્ટરબ્રુકને કંપનીનાં નિયમોનું ઉલ્લંઘન કરવાનાં મામલે દોષી ઠેરવ્યા.
સહ કર્મચારી સાથે સંબંધ રાખવાને કારણે મેકડોનાલ્ડ્સના CEOને નોકરીમાંથી કાઢી મૂક્યા - mcdonalds ceo discharged
ન્યૂયોર્ક: અમેરીકી ફાસ્ટ-ફૂડ ચેન મેકડોનાલ્ડે જાહેરાત કરી છે કે,કંપનીના નિયમ તોડવા પર કંપનીના CEO સ્ટીવ ઇસ્ટબ્રુકને નોકરીમાંથી કાઢી મૂકાયા છે. મેકડોનાલ્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO)એ કર્મચારી સાથેના જાતીય સંબંધો રાખવાના ખુલાસા બાદ તેને હાંકી કાઢવામાં આવ્યો છે. આ અંગે મેકડોનાલ્ડ્સના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને CEO સ્ટીવ ઇસ્ટરબ્રુકે કંપનીની નીતિનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે મેનેજર સાથે સંબંધો રાખ્યા છે. જે કંપનીની પોલિસીની વિરુદ્ધ છે, તેથી તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, કર્મચારી સાથે રિલેશનશીપમાં હોવાના કારણે તેમણે કેટલાક ખોટા નિર્ણયો લીધા. તેમણે બોર્ડના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે. ઈસ્ટરબ્રુકે આ અંગે કહ્યું કે, મેં ભૂલ કરી. તેમણે રવિવારે કર્મચારીઓને એક ઈમેઈલ મોકલ્યો જેમાં લખ્યું કે તેમણે કંપનીને હંમેશા મહત્વ આપ્યું પરંતુ બોર્ડનો નિર્ણય યોગ્ય છે અને હવે તેમના જવાનો સમય છે. અમેરિકાના કોર્પોરેટ જગતમાં એવી કેટલીય ઘટનાઓ સામે આવી છે જેમાં રિલેશનશીપના કારણે મોટા અધિકારીઓએ રાજીનામું આપવું પડ્યું હોય.
ઈસ્ટર બ્રુક 2015માં સીઈઓ બન્યા હતા જ્યારે ફૂડ ચેનના કસ્ટમર્સમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો હતો. તે વર્ષે પહેલા ત્રિમાસિકગાળામાં કુલ લાભમાં 33 ટકાનો ઘટાડો આવ્યો હતો. ઈસ્ટરબ્રુકે કમાન સંભાળ્યા બાદ કંપનીનાં શેરોમાં ઉછાળો આવ્યો અને MacDએ યૂએસનાં ફાસ્ટ ફૂડ વેચાણમાં ટોપનાં ક્રમે આવ્યું. ગત વર્ષે ઈસ્ટરબ્રુકને સેલરી તરીકે 159 લાખ ડૉલરની ચુકવણી થઈ હતી.