સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં આજે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે દેશની રાજનીતિમાં આજે એક નવા યુગનો પ્રારંભ થઇ રહ્યો હોય તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ 300થી વધારે સીટો પર વિજેતા થઇ રહી છે. જ્યારે અમેરિકામાં પણ મોદી ફેન દ્વારા નયી ઉમ્મીદ નયી સોચનું સૂત્ર પણ મૂક્યું હતું.
લોકસભા ફીવર: અમેરિકામાં મોદી લહેર, ભાજપની જીતની ઉજવણી - AHM
અમેરીકા: સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં આજે ભાજપ વધુને વધુ સીટો પર જીત મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે અમેરીકામાં પણ ભારતીય મૂળના નાગરિકો દ્વારા દેશમાં નરેન્દ્ર મોદીની જીતની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકામાં આવેલા ન્યુ જર્સી, શિકાગો, ન્યુ યોર્ક ખાતે મોટી LED સ્ક્રીન લગાવીને પરિણામ જોયું હતું. આ સાથે અમેરીકન ભારતીયો દ્વારા ચૂંટણીમાં ભાજપની વિજયની આશા સાથે ઉજવણી કરવામાં આવી છે.
જો કે, હાલ તો માત્ર રૂઝાન આવ્યા છે. પરંતુ રૂઝાન પરથી એવુ સ્પષ્ટ લાગે છે કે, ભાજપ 300થી વધારે સીટો પર જીત મેળવશે. દેશમાં ભગવા લહેરાતો જોઇને હજારો કિલોમીટર દુર અમેરીકામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતને લઇને ઉજવણી કરી છે. ઓવરસીઝ બીજેપીના હોદ્દેદોરાએ એકત્ર થઇને કેક કાપીને તેમજ મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી છે, ત્યારે બીજી તરફ મૂળ ભારતીયો પણ એક જગ્યાએ એકત્ર થઇને દેશની ચુંટણીનું પરિણામ લાઇવ જોઇ રહ્યાં છે. અને ભાજપની જીતની ઉજવણી પણ દેશભક્તિના ગીતો ગાઇને કરી રહ્યાં છે.