ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકાને હવે સંપૂર્ણ વિશ્વાસ, કોરોના વુહાનની લેબમાં પેદા થયો - કોરોના વાઇરસ

કોરોના વાઇરસથી સૌથી વધુ નુકસાન અમેરિકામાં થયું છે. તેમણે શરૂઆતમાં આશંકા વ્યક્ત કરી હતી કે, વાઇરસ ચીનના શહેર વુહાનમાંથી આવ્યો છે. હવે તેને વિશ્વાસ આવી ગયો કે, કોરોના વુહાનની લેબમાંથી પેદા થયો છે. અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓએ આ અંગે જાણકારી આપી છે.

ETV BHARAT
અમેરિકાને હવે સંપૂર્ણ વિશ્વાસ, કોરોના વુહાનની લેબમાં પેદા થયો

By

Published : May 7, 2020, 3:15 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓએ કહ્યું કે, ટ્રમ્પ પ્રશાસન પાસે સંપૂર્ણ માહિતી છે, જેના આધારે વિશ્વાસ આવે છે કે આ જીવલેણ કોરોના વાઇરસ ચીનના વુહાનની પ્રયોગશાળામાંથી પેદા થયો છે.

પોમ્પિઓએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમે આ સંબંધમાં ગુપ્ત માહિતી એકત્ર કરી છે. હું તેના અંગે જણાવી શકતો નથી, પરંતુ અમારી પાસે વિશ્વાસ કરવા જેટલી જાણકારી છે.

પ્રધાને કહ્યું કે, તેમણે આ અંગે પૂરાવા જોયા છે કે, આ વાઇરસ વુહાનની લેબમાંથી નીકળ્યો છે. તેમણે કહ્યું કે, મેં આ વાતનો સ્વીકાર કરનારા પૂરાવા પણ જોયા છે. આપણે આ મુદ્દે ઊંડાણમાં જવું જોઈએ.

આ વાઇરસે અમેરિકામાં 70,000થી વધુ લોકોનો જીવ લીધો છે અને 12 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. પોમ્પિઓએ કહ્યું કે, અહીંયા જે થયું છે, તે ક્યાંય પણ ન થવું જોઈએ. અમને ખ્યાલ છે કે, આ વાઇરસ ચીનના વુહાનમાંથી નીકળ્યો છે. અમને ખ્યાલ છે કે, આ અંગે ચીન ડિસેમ્બર સુધીમાં માહિતગાર થઇ ગયું હતું, પરંતુ તાત્કાલિક કાર્યવાહી ન કરી અને ચીનના કહેવા પર વિશ્વ આરોગ્ય સંગઠને યોગ્ય સમયે તેને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી.

ABOUT THE AUTHOR

...view details