વૉશિંગ્ટન: ઉપરાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હૈરિસ 56 વર્ષના થયા છે. મંગળવારના રોજ તેમના જન્મદિવસ પર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડને તેમને શુભકામના પાઠવી હતી. તેમજ આગામી જન્મદિવસે વ્હાઈટ હાઉસમાં મનાવવાની શુભકામના કરી હતી.
કમલા હેરિસના બર્થ ડે પર બોલ્યા જો બાઈડન, કહ્યું- આવતા વર્ષ બર્થડે વ્હાઈટ હાઉસમાં સેલિબ્રેટ કરીશું - અમેરિકાની પહેલા મહિલા
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જે બાઇડેને સાંસદ કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કમલા હેરિસના બર્થ ડે પર જો બાઈડને શુભકામના પાઠવી હતી.
આ તકે બાઈડને હૈરિસ સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં બંન્ને જોવા મળ્યા હતા. ફોટોના કેપ્શનમાં લખ્યું કે, બાઈડને લખ્યું છે કે" હૈપી બર્થ ડે કમલા હેરિસ"આગામી બર્થ ડે આઈસ્કીમની સાથે વ્હાઈટ હાઉસમાં મનાવીશું. બાઈડને આગામી મહિનામાં તેમનો 78મો જન્મદિવસ મનાવશે.
આપને જણાવી દઈએ કે, અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેરદવાર જો બાઇડેને ભારતીય મૂળની સીનેટર કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. એવું પહેલીવાર થયું છે, જ્યારે કોઇ અશ્વેત મહિલા દેશની કોઇ મોટી પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર બની હોય. જો હેરિસ ઉપરાષ્ટ્રપતિ બની જાય છે, તો તે આ પદ પર આવનારી અમેરિકાની પહેલા મહિલા હશે અને દેશની પહેલી ભારતીય-અમેરિકી અને આફ્રિકી ઉપરાષ્ટ્રપતિ હશે.