બહુમતીવાદ માટે કામ કરતી NGO સાથે જોડાયેલા ભારતીય-અમેરિકી માઈક ઘોષે એકત્ર લોકો તરફથી કહ્યું કે, 'અમે અહીં ફક્ત એક હેતુ માટે એકઠા થયા છીએ અને તે હેતુ છે, ધાર્મિક સ્વતંત્રતા તેમજ નાગરિકતાનો અધિકાર અને તેનાથી વધુ કંઈ નથી.'
પ્રદર્શનકારીઓએ એક પ્રસ્તાવ પણ પસાર કર્યો જેમાં ભારત સરકારને CAA અને NRC બન્નેને પરત લેવાનો અનુરોધ કર્યો છે.
માઈક ઘોષે કહ્યું કે, 'અમે બસ એટલુ જ ઈચ્છિએ છીએ કે, ભારતીય સરકાર હાલમાં લાગુ કરેલા નિયમોને નાબૂદ કરી દે. જેથી અમે એક ભારત, એકા રાષ્ટ્ર અને એક માણસ રહિએ એને સાથે કામ કરી શકીએ, જીવી શકીએ અને નિશ્ચિંત રહિએ તેનાથી વિશેષ શું હોય.'
આ નિદર્શનનો મુખ્ય ઉદ્દેશ તેને જાગૃત કરવા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાકીની ભારત સરકારને સંદેશ મોકલવાનો હતો. કેરળના બેસિલ બેબી કહે છે કે, અમને આવું થવાની આશા નહોંતી. અમે એક ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ગણરાજ્ય છીએ.
કેરળના બેસિલ બેબી આગળ જણાવે છે કે, 'હવે સરકાર લોકોને તેમના ધર્મ અથવા ધાર્મિક વિચારોથી વિભાજિત કરવાનો પ્રયત્ન કરી રહી છે, જે યોગ્ય નથી. અમે તેમના જેવા નથી એટલે શાંતિથી વિરોધ કરી રહ્યા છીએ.'