- 'બિહાર ઝારખંડ ઍસોસિએશન ઑફ નૉર્થ અમેરિકા' એ દાન અંગે જાહેરાત કરી
- દાનનો ઉપયોગ રાજ્યોના ગ્રામીણ વિસ્તારોની આરોગ્ય સેવા માટે કરવામાં આવશે
- BJANAના પ્રમુખ અવિનાશ ગુપ્તાએ રમેશ અને કલ્પના ભાટિયાનો દાન માટે આભાર માન્યો
વૉશિંગ્ટન: ભારતીય-અમેરિકન દંપતીએ બિહાર અને ઝારખંડમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 'બિહાર ઝારખંડ ઍસોસિએશન ઑફ નૉર્થ અમેરિકા' (BJANA) એ સોમવારે આ જાહેરાત કરી હતી. 'રમેશ અને કલ્પના ભાટિયા ફેમિલી ફાઉન્ડેશન' દ્વારા BJANAને આપવામાં આવેલા આ 1,50,000 ડૉલરનો ઉપયોગ બંને રાજ્યોના ગ્રામીણ વિસ્તારોની આરોગ્ય સેવા માટે કરવામાં આવશે.
આ પણ વાંચો:આઝાદી પછી પ્રથમ વખત આ ગામમાં આવી આરોગ્ય સેવા
'પ્રાન' એ ભારતીય-અમેરિકન ડૉકટરોની એક સરાહનીય પહેલ