વૉશિંગ્ટન: દેશ અને દુનિયામાં કોરોના વાઇરસ મહામારીએ હાહાકાર મચાવી રહ્યો છે. ભારતે સ્વાસ્થય ક્ષેત્ર અમેરિકાની સાથે વધુ મજબૂત ભાગીદારીનું બીજું ઉદાહરણ પુરું પાડ્યું છે. પેન્સિલવેનિયા રાજ્યના સૌથી મોટા શહેર ફિલાડેલ્ફિયામાં કોવિડ -19 સામ લડવા ભારતે 18 લાખ N-95 માસ્ક દાનમાં આપ્યા છે.
ભારતે નિભાવી દોસ્તી, અમેરિકાને 15 લાખ N-95 માસ્ક આપ્યા - ઈન્ટરનેશનલસમાચાર
અમેરિકામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ સંક્રમણને રોકવા માટે ભારત અમેરિકાને મદદે આવ્યું છે. પેન્સિલવેનિયા રાજ્યમાં સૌથી મોટું શહેર ફિલાડેલ્ફિયાને 18 લાખ N-95 માસ્ક દાનમાં આપ્યા છે.
અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂએ શુક્રવારના રોજ ટ્વિટ કર્યું છે. કોવિડ-19માં મદદ માટે ભારત દ્વારા મોકલેલા 18 લાખ N-95 માસ્ક ફિલાડેલ્ફિયાને મળ્યા છે. તેમણે કહ્યું કે, ભારત-અમેરિકા વચ્ચે સ્વાસ્થય ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગેદારીનું એક ઉદાહરણ છે.
ભારત દ્વારા મોકલવામાં આવેલા માસ્ક ફિલાડેલ્ફિયામાં 5 ઓક્ટોમ્બરના રોજ પહોંચશે. અધિકારીઓએ કહ્યું કે, જેનાથી ભારતની વય્કિતગત (પીપીઈ) બનાવવાની ક્ષમતાની પણ ખબર પડશે. તેમને કહ્યું કે, ભારત હવે ઘરેલું ઉપયોગ માટે નહીં પણ નિકાસ માટે પણ પી.પી.ઇ. બનાવવાની ક્ષમતા વિકસાવી ચૂક્યું છે.