ગુરુવવારે દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઈનની સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઉત્તર કોરિયા અને કિમ જોંગ ઉનની સાથે સંભવિત બેઠકો માટે ચર્ચા કરીશું. તેમજ ઉત્તર કોરિયાની સંસદના સત્ર દરમિયાન કિમે તેમના ભાષણમાં કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં ટ્રમ્પની સાથે શિખર વાર્તા એટલા માટે નિષ્ફળ રહી છે કારણ કે અમેરિકાએ એકતરફી માંગ મુકી હતી. પણ બીજી તરફ જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે તેમના સંબધો ખુબ સારા છે.
શુક્રવારે પ્યોંગયાંગની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે કિમ સ્ટેટ અફેયર્સ કમીશને બીજી વખત અધ્યક્ષ પસંદ કર્યા અને નિર્ણયો લેવાના મામલમાં તેઓ દેશની ટોપ યુનિટ છે. તેમજ અમેરિકાએ આ શિખર વાર્તાની નિષ્ફળતા રહેવા પાછળ કારણ દર્શાવતા કહ્યું હતું કે ઉત્તર કોરિયા પ્રતિબંધોમાંથી મોટી રાહતની માંગ કરી રહ્યું હતું, પણ તેના બદલે સીમિત નિરસ્ત્રીકરણ માટે પગલું ભરવા ઈચ્છતું હતું.