ગુજરાત

gujarat

ETV Bharat / international

કમલા હેરિસ વિસ્કોન્સિન પ્રવાસ પર, જેકબ બ્લેકના પરિવાર સાથે કરી મુલાકાત - અશ્વત વિરૂદ્ધ પ્રદર્શન

યુ.એસમાં ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડેંશિયલ ઉમેદવાર કમલા હેરિસે જેકબ બ્લેકના પરિવાર સાથે મુલાકાત કરીને વિસ્કોન્સિન પ્રવાસની શરૂઆત કરી.

કમલા હેરિસ
કમલા હેરિસ

By

Published : Sep 8, 2020, 9:02 AM IST

વોશિંગ્ટન: યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રવૃત્તિઓ સતત ચાલી રહે છે. જાતિવાદને લઈને અશ્વેત લોકો સાથે ઘણી પ્રવૃત્તિઓ પણ જોવા મળી રહી છે. રંગભેદનો પણ વ્યાપક વિરોધ છે. ચૂંટણીમાં સામેલ પક્ષો પણ આ મુદ્દાઓના રાજકીય પાસા શોધી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટી વતી વિસ્કોન્સિનનો પ્રવાસ શરૂ કર્યો છે.

વિસ્કોન્સિન પ્રવાસના શરૂઆતમાં હેરિસ જેકબ બ્લેકના પરિવારને પણ મળ્યા હતા. બ્લેકની માતા અને એટર્ની બહેન સાથે ફોન પર તેમણે વાત કરી હતી અને હેરિસ બ્લેકના પિતા, બે બહેનો અને તેમની કાયદાકીય ટીમના સભ્યો સાથે મિલ્વોકી એરપોર્ટ પર મુલાકાત કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પણ આ રાજ્યની મુલાકાત લઈ ચૂક્યા છે. જે યુ.એસ.ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ગયા અઠવાડિયે કેનોશાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેન પણ બ્લેકના પરિવારને મળ્યા હતા. આ શહેરમાં પોલીસે બ્લેકને ગોળી મારી હતી. ગયા મહિને પોલીસે અશ્વેત યુવક બ્લેકને ગોળીમારી હતી.આ ઘટના બાદ વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા.

ABOUT THE AUTHOR

...view details