હૈદરાબાદઃ છેલ્લા પાંચ મહિનાથી કોરોનાએ વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દુનિયામાં કોરોનાથી પ્રભાવિત લોકોનો આંકડો 1.30 કરોડને પાર પહોંચ્યો છે. જ્યારે કોવિડ 19 ને લીધે 5.72 લાખ લોકોના મોત થયા છે.
વિશ્વભરમાં કોરોનાનો ખળભળાટઃ 1.30 કરોડથી વધુ લોકો કોરોનાનો શિકાર, 5.72 લાખના મોત - coronavirus update
છેલ્લા પાંચ મહિનાથી કોરોનાએ વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દુનિયામાં કોરોનાથી પ્રભાવિત લોકોનો આંકડો 1.30 કરોડને પાર પહોંચ્યો છે.
Covid 19
કોરોનાથી પ્રભાવિત અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 34.14 લાખ પાર કરી ચુકી છે. ફ્લોરિડામાં સોશિયલ ડિસટ્ન્સને અનિવાર્ય કરવામાં આવ્યું છે. અમેરિકા અને બ્રાઝિલની સ્થિતિ ખુબ જ ગંભીર છે. અમેરિકામાં જ્યાં કોરોનાએ 1.37 લોકોના જીવ લીધા છે, તો બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 72 હજાર કરતાં પણ વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. બ્રાઝિલમાં 1.86 લાખ કરતાં પણ વધારે લોકો સંક્રમિત થયા છે. જ્યારે અમેરિકાના ફ્લોરિડામાં એક દિવસમાં 15000 હજાર કરતાં પણ વધારો પોઝિટિવ કેસ નોંધાયા છે.