વૉશિંગટનઃ અમેરિકામાં કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 41,586 કેસ સામે આવ્યાં છે. જ્યારે WHOના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રિયેસિસે કહ્યું કે, હવે જાણવું જરુરી છે કે કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો છે. તેમણે કહ્યું કે, હજુ પણ આનાથી વધારે ભયાનક દિવસો આવનાર છે.
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર, અમેરિકામાં એક દિવસમાં 41,586 લોકો સંક્રમિત
દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. વર્લ્ડોમીટરના આંકડા અનુસાર, વર્લ્ડમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,512,726 થઈ છે. જ્યારે 5,730,230 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે મૃતકોની સંખ્યા 5,11,015 પર પહોંચી ગઈ છે.
Global COVID-19 tracker
આ અંગે WHO કહ્યું કે, કોવિડ-19 સંકટમાં ઝઝુમી રહેલા દેશ આવનાર દિવસોમાં અસામાન્ય થશે, કારણ કે, કોરોના મહામારીથી વર્લ્ડમાં 1 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. યુએસ, બ્રાઝિલ, રશિયા, ભારત, યુકે, સ્પેન, પેરુ, ચીલી, ઈટલી, ઈરાનના કોરોના આંકડા જોઈએ તો 5 લાખથી વધુ લોકોના મોત થયાં છે. અમેરિકામાં 24 કલાકમાં 338 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 26 લાખથી વધુ કેસ સામે આવ્યાં છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1.28 લાખ પર પહોંચ્યો છે.