ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના કહેરઃ દુનિયામાં 1 લાખના મોત, USમાં 5 લાખથી વધુ કેસ - કોરોના મહામારી

દુનિયાભરમાં કોરોના વાઇરસ મહામારી સાબિત થયો છે, ત્યારે આ વાઇરસના દર્દીઓની સંખ્યા 17 લાખ થઈ ગઇ છે. કોરોનાની મહામારીએ અત્યાર સુધીમાં 1 લાખ 2 હજાર લોકોનો ભોગ લીધો છે. બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 980 લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રિટનનો મૃત્યુઆંક 9 હજાર પર પહોંચ્યો છે. આ મહામારીની સૌથી ખરાબ અસર ઇટાલીમાં થઈ છે.

Global COVID-19 tracker
કોરોના મહામારી, દુનિયામાં 1 લાખના મોત, USમાં 5 લાખથી વધુ કેસ

By

Published : Apr 11, 2020, 12:04 PM IST

ન્યૂઝડેસ્કઃ દુનિયાભરમાં કોરોના વાઇરસ મહામારી સાબિત થયો છે, ત્યારે આ વાઇરસના દર્દીઓની સંખ્યા 17 લાખ થઈ ગઇ છે. કોરોનાની મહામારીએ અત્યાર સુધીમાં 1 લાખ 2 હજાર લોકોનો ભોગ લીધો છે. બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 980 લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રિટનનો મૃત્યુઆંક 9 હજાર પર પહોંચ્યો છે. આ મહામારીની સૌથી ખરાબ અસર ઇટાલીમાં થઈ છે.

દુનિયાભરમાં કોરોના વાઇરસ મહામારી સાબિત થયો છે, ત્યારે આ વાઇરસના દર્દીઓની સંખ્યા 17 લાખ થઈ ગઇ છે. કોરોનાની મહામારીએ અત્યાર સુધીમાં 1 લાખ 2 હજાર લોકોનો ભોગ લીધો છે. આ મહામારીની સૌથી ખરાબ અસર ઇટાલીમાં થઈ છે.

કોરોના મહામારી, દુનિયામાં 1 લાખના મોત, USમાં 5 લાખથી વધુ કેસ

વિગતવાર આંકડા

  1. બ્રિટનઃ બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 980 લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રિટનનો મૃત્યુઆંક 9 હજાર પર પહોંચ્યો છે. બ્રિટનમાં 73 હજાર 758 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8 હજાર 958 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં 244 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આઈસીયુની બહાર આવી ગયા છે.
  2. અમેરિકાઃ જો કે, હાલમાં સૌથી ખરાબ હાલત અમેરિકાની છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ પાંચ લાખથી વધુ છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2043 લોકોના મોત થયા છે. આમ, અમેરિકામાં કુલ મૃત્યુઆંક 18 હજારને પાર થઈ ગયો છે. અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યએ પોઝિટિવ કેસની બાબતમાં તમામ દેશને પાછળ છોડી દીધા છે. અહીં કુલ 1.77 લાખ પોઝિટિવ કેસ છે, જ્યાં અત્યાર સુધીનો મૃત્યુઆંક 7 હજાર 844 થઈ ગયો છે.અમેરિકામાં ભારતીય મૂળના 40 લોકોના મોત થયાં છે, જ્યારે 1500થી વધુ ભારતીય લોકો કોરોના પોઝિટિવ છે.
  3. ઈટાલીઃઈટાલીમાં 24 કલાકમાં 570 લોકોના મોત થયા છે. પહેલા અહીં 9 માર્ચથી ત્રણ એપ્રિલ સુધી લોકડાઉન હતું, ત્યારબાદ તેને 13 એપ્રિલ સુધી કરાયું હતું અને હવે ત્રણ મે સુધી લંબાવાયું છે.ઈટાલીમાં લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવાયું છે. અહીં કોરોનાના 1.48 લાખ પોઝિટિવ કેસ અને 18 હજાર 849 લોકોના થયા છે. ઈટાલીમાં અમેરિકા કરતા 100 મૃત્યુઆંક વધારે છે. અમેરિકામાં આજ સાંજ સુધીમાં અન્ય દેશની સરખામણીમાં સૌથી વધારે મૃત્યુઆંક થઈ જવાની આશંકા છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં રોજ બે હજારની આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.
  4. બ્રાઝીલઃ બ્રાઝીલમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો એક સપ્તાહમાં ત્રણ ગણો થયો છે. ત્રણ એપ્રિલે 359 મૃત્યુઆંક હતો. જે 10 એપ્રિલે 1056 થઈ ગયો છે. બ્રાઝીલમાં અત્યાર સુધી 20 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1074 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
  5. ફ્રાન્સઃ ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા 1.25 લાખ થઈ છે. જ્યારે મૃત્યુઆંક 13 હજાર 197 થઈ ગયો છે. ઈટાલી, અમેરિકા અને સ્પેન પછી ફ્રાન્સ ચોથો દેશ છે, જ્યા મૃત્યુઆંક સૌથી વધુ છે.
  6. ચીનઃચીનના વુહાન શહેરથી શરૂ થયેલા વાઇરસ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હાલ કોરોનાના 46 નવા કેસ અને ત્રણ મોત નોંધાયા છે, ચીનમાં હાલ એક્ટિવ કેસ માત્ર 1089 છે.
  7. તુર્કીઃ તુર્કીએ 31 શહેરોમાં 48 કલાકના કર્ફ્યુની જાહેરાત કરી કરી છે. અહીં 47 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details