વૉશિંગ્ટન: અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં દેશના પહેલા રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનની પ્રતિમાને લાલ રંગથી રંગીને તેને નુકસાન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વળી સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેમને પ્રતિમાને થયેલા નુકસાન અંગે કોઈ ફરિયાદ મળી નથી.
મીડિયા અહેવાલો અનુસાર, ઉત્તર પશ્ચિમ બાલ્ટીમોરના ડ્રુઇડ હિલ પાર્કમાં પૂર્વ રાષ્ટ્રપતિની પ્રતિમા પર 'જાતિવાદ ખત્મ કરો' લખવામાં આવ્યું હતું અને 'બ્લેક લાઇફ્સ મેટર' આંદોલન માટે લોકોએ હસ્તાક્ષર પણ કર્યા હતા.
25 મેના રોજ પોલીસ કસ્ટડીમાં આફ્રિકન મૂળના નાગરિક જોર્જ ફ્લૉયડના મૃત્યુ પછી અમેરિકામાં જાતિવાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિરોધીઓ જ્યોર્જ વોશિંગ્ટન સહિત દેશના સ્થાપકોને નિશાન બનાવી રહ્યા છે અને પ્રતિમાઓ અને સ્મારકોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
વળી, ન્યૂ યોર્કમાં વિશ્વ વિખ્યાત 'ધ અમેરિકન મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી'ના એન્ટ્રીમાં યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટની પ્રતિમાને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિમાને જાતિવાદી કહેવામાં આવી રહી છે.
ન્યુ યોર્કના મેયર બિલ ડી બ્લાસિયોએ પણ આ વિવાદિત પ્રતિમાને હટાવવા સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકન મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીનએ થિયોડોર રૂઝવેલ્ટની પ્રતિમાને હટાવવા માટે કહ્યું છે કારણ કે તે અશ્વેત લોકો પ્રત્યે વંશીય લઘુતા દર્શાવે છે. આ પ્રતિમાને હટાવવાની લાંબા સમયથી માંગ હતી.