પેરીસ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુઅલ મેક્રોને કોવિડ -19 ને પગલે દેશમાં બીજું લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાઇરસની બીજી લહેર અત્યંત જોખમી હોઈ શકે છે. જો કડક પગલાં લેવામાં નહીં આવે તો મૃત્યુઆંક 4 લાખ સુધી પહોંચી શકે છે.
ફાંસમાં 24 કલાકમાં 523 લોકોના મોત
લોકડાઉન શુક્રવારથી લાગુ કરવામાં આવશે તેમજ ડિસેમ્બર સુધી ચાલશે. જોકે, હાલ દેશમાં પહેલાં લાગેલા લોકડાઉનના મુકાબલે આ લોકડાઉનમાં શાળાઓ, જનસેવાઓ અને જરૂરી કાર્યાલયો ખુલ્લા રહેશે. પરંતુ લોકોને બહાર નીકળવા માટે પોતાની સાથે દસ્તાવેજ રાખવા પડશે. આ દરમિયાન રેસ્ટોરાં ખુલ્લા રહેશે. ફાંસમાં કોરોના વાઇરસ ફરીથી વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફાંસમાં 523 લોકોના મોત થયાં છે.
ફાંસમાં 24 કલાકમાં 33,417 નવા કેસ
ફાંસમાં છેલ્લાં 24 કલાકમાં 33,417 નવા કેસ સામે આવી ચૂક્યા છે. આ પહેલાં મેક્રોં કોરોનાના વધતા જતા કેસને લઇને બેઠક પણ લઇ ચૂક્યા છે. આપને જણાવી દઇએ કે, યુરોપમાં આ દિવસોમાં લોકડાઉનના વિરોધને લઇને લોકો રોડ રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે. લોકોની માંગ છે કે, તેમને આ લોકડાઉનથી છૂટ આપવામાં આવે.