અમેરિકા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યકત કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પ્રણવ મુખર્જીના નિધનના સમાચાર સાંભળીને મને દુ:ખ થયું છે. હું તેમના પરિવાર અને ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યકત કરીને કહુ કે, ભારતે એક મહાન નેતા ગુમાવ્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રણવ મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો - ચીનના વિદેશ મંત્રાલય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમના નિધનના સમાચાર વિશે જાણીને દુ:ખ થયું છે. ભારતે એક મહાન નેતા ગુમાવ્યા છે.
અમેરિકા સિવાય ચીને પણ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યકત કર્યું હતું. ચીને કહ્યું હતું કે, પ્રણવ મુખર્જીને ભારત અને ચીનના સંબધો માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, પ્રણવ મુખર્જી ભારતના પૂર્વ રાજનીતિજ્ઞ હતા. તેમણે ભારત અને ચીનના સંબધો માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અમે તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કરીએ છીએ.
ત્યારે યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ પણ પ્રણવ મુખર્જીના નિધન પર ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે, પ્રણવ મુખર્જીના નિધનથી ભારતે એક મહાન નેતા ગુમાવ્યા છે. તે ભારત અને અમેરિકાના સંબધોના સમર્થક હતા. જ્યારે નોર્થ અમેરિકા તેલુગુ સોસોયટી કહ્યુ કે, પ્રણવ મુખર્જી તેમના કામની એક વિરાસત છોડીને ગયા છે. જે આવનારી પેઢીને પ્રેરિત કરશે.