ગુજરાત

gujarat

ETV Bharat / international

ટ્રંપે અમેરિકામાં મનાવી દીવાળી, ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો - ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ન્યુયૉર્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ વાઇટ હાઉસમાં દીવાળી મનાવી હતી અને અધિકારીઓ અને આમંત્રિત કરાયેલા લોકો વચ્ચે દીપ પ્રાગટ્ય કર્યું હતુ. અને કહ્યું કે અમેરીકા અને દૂનીયામાં રહેલા હિન્દુઓ, જૈન, સિખો અને બૌદ્ધો માટે આ પવિત્ર તહેવાર અંધકાર પર પ્રકાસ, બુરાઇ પર અચ્છાઇ અને અજ્ઞાન પર જ્ઞાનની જીતની ખુસી માટે મનાવવામાં આવે છે.

ટ્રંપએ અમેરિકામાં મનાવી દીવાળી, ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

By

Published : Oct 27, 2019, 11:54 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ દીવાળીની શુભકામનાઓ આપતા ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમને કહ્યું હતુ કે, આ અમેરિકાનો મૂળ સિદ્ધાંત છે.

શુક્રવારના રોજ દીવાળીની ઉજવણી કરતા સમયે ટ્રમ્પે કહ્યું કે, મારી સરકાર સંવિધાનમાં આપવામાં આવેલા અધિકારીઓની રક્ષા કરવાનું કામ ચાલુ રાખશે, જેમાં દરેક ધર્મોના લોકો પોતાના મત મુજબ પૂજા કરી શકે છે. આખાયે અમેરિકામાં દીવાળી મનાવી અમારા દેશનો એક મૂળ સિદ્ધાંત ધાર્મિક સ્વતંત્રતાની મહત્તાની યાદ અપાવે છે.

ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવીને પોતાની પત્ની મેલીનિયા અને પોતે મેસેજ આપ્યો હતો કે, અમે પ્રાથના કરીએ છીએ કે, આ વર્ષ આ તહેવાર પ્રેમ, ઉલ્લાસ અને શાંતિ લાવે.

તેમને કહ્યું કે, અમેરિકા અને દુનીયાભરમાં રહેલા હિન્દુઓ, જૈન, સિખો અને બોદ્ધોં માટે આ પવિત્ર સમય અંધકાર પર પ્રકાશ, બુરાઇ પર અચ્છાઇ અને અજ્ઞાન પર જ્ઞાનની જીતની ખુશી માટે મનાવવાનો મોકો છે.

ABOUT THE AUTHOR

...view details