- ક્રિસમસ પરેડ દરમિયાન SUV ભીડમાં ઘૂસી ગઈ હતી
- આ ઘટનામાં 62 જેટલા લોકો ઘાયલ થયા છે
- 8 વર્ષનો જેક્સન પણ ભાઈ સાથે ક્રિસમસ પરેડમાં સામેલ થયો હતો
વૌકેશા: અમેરિકાની વૌકેશા કાઉન્ટી (waukesha county)માં ક્રિસમસ પરેડ (christmas parade accident) દરમિયાન એક SUV ભીડમાં ઘૂસી જતાં એક બાળકનું મોત થતાં મૃત્યુઆંક (mortality) વધીને 6 થયો છે. આ ઘટનામાં 62 લોકો ઘાયલ થયા છે. વિસ્કોન્સિન પ્રોસીક્યુટર્સે (wisconsin prosecutor ) શંકાસ્પદ હુમલાખોર પર ઈરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો આરોપ મૂક્યો છે.
આરોપી દોષી સાબિત થશે તો આજીવન કેદની સજા થઈ શકે છે
ફરિયાદીઓએ જણાવ્યું હતું કે, એક બાળકના મૃત્યુ સાથે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 6 થયો છે. હુમલાખોર સામે વધુ આરોપો ઘડવાના બાકી છે. ડેરેલ બ્રૂક્સ જુનિયર (darrell brooks jr) પર મિલવૌકીના પેટાનગર વૌકેશા (waukesha)માં રવિવારની ઘટનામાં હત્યાના 5 ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો તે દોષિત સાબિત થશે તો તેને ફરજિયાત આજીવન કેદની સજા (life imprisonment) થઈ શકે છે.
જેક્સન પોતાના ભાઈ સાથે પરેડમાં સામેલ થયો હતો