ગુજરાત

gujarat

ETV Bharat / international

જિનપિંગે પોતાને રાજા માનવા લાગ્યા છે, ચીન હવે વધુ આક્રમક : નિક્કી હેલી - નિક્કી હેલીના ચીન પર પ્રહાર

અમેરિકા ચીન પર સતત હુમલો કરી રહ્યું છે. હવે નિક્કી હેલીએ ફરી એકવાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર નિશાન સાધ્યું છે.

ે્િ
ોાિ

By

Published : Jul 29, 2020, 4:59 PM IST

વોશિંગ્ટન: અમેરિકા અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ સતત બનેલી છે. પહેલા અમેરિકાએ ચીનનું દૂતાવાસ બંધ કર્યું, પછી ચીને પણ એવુ કરીને પલટવાર કર્યો. આ દરમિયાન ભારતીય-અમેરિકન નેતા નિક્કી હેલીએ ફરીથી ચીન પર હુમલો કર્યો છે, નિક્કી કહે છે કે જિનપિંગની આગેવાની હેઠળ ચીન વધુ આક્રમક બન્યું છે અને અન્યને પરેશાન કરે છે.

સંયુક્ત રાષ્ટ્રમાં યુએસની પ્રતિનિધિ રહી ચૂકેલી નિક્કી હેલીએ એક મુલાકાતમાં ચીન પર જોરદાર હુમલો કર્યો હતો. નિક્કીએ કહ્યું કે, જ્યારેથી શી જિનપિંગે પોતાને ચીનનો રાજા માનવાનું ચાલું કર્યું છે, ત્યારથી તેમનું વલણ વધુ આક્રમક બન્યું છે.

નિક્કી હેલીએ કહ્યું કે, ચીન હવે અન્ય લોકો માટે મુશ્કેલી ઊભું કરી રહ્યું છે. આ સિવાય તેમણે સંયુક્ત રાષ્ટ્રના દેશોને પણ ધમકી આપી હતી અને પોતાને મત આપવા દબાણ કર્યું હતું. નિક્કીના કહેવા પ્રમાણે, ચીને વન રોડ વન બેલ્ટનું સપનું જોયું છે, ત્યારથી તે દરેક દેશ પર દબાણ લાવવાનું શરુ કર્યું હતું.

અમેરિકન નેતાએ કહ્યું કે તે લાંબા સમય સુધી ટકશે નહીં, કારણ કે જો તમે તમારા લોકોને સ્વતંત્રતા નહીં આપો તો લોકો બળવાખોર થઈ જશે. આવી સ્થિતિમાં ચીનમાં જલ્દીથી લોકોનું બળવો જોવા મળી શકે છે. ચીન તરફથી તાઇવાન, ભારત પર સતત દબાણ કરી રહ્યું છે, પરંતુ અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. આજે ચીને સમજવું પડશે કે અમેરિકાની નજર તેમના પર છે.

ABOUT THE AUTHOR

...view details