૧. અત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ કેટલું એક છે?
અમેરિકા ભારે વિભાજિત છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન મતદારો અને રાજકારણીઓને વિભાજિત કરતી ઊંડી ખાઈ છે. સમર્થનમાં વિભાજન વ્યાપક સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને વૈચારિક વિભાજન બનાવે છે.
ડેમોક્રેટ લોકો શિક્ષિત વ્હાઇટ કૉલર કામદારો છે જેઓ માને છે કે સરકારે અસમાનતા, પર્યાવરણ, વંશીય અન્યાય, આંતરરાષ્ટ્રીય સહાય વગેરેને ઉકેલવામાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. ઘણા લોકો ઓળખના રાજકારણ પર ભાર મૂકે છે. તેઓ બિનસાંપ્રદાયિક, અલગ-અલગ જીવનશૈલી પ્રત્યે સહિષ્ણુ, બંદૂક પર નિયંત્રણને સમર્થન કરનારા અને રાષ્ટ્રીય સરકારી રેડિયો સાંભળનારા છે. મોટા ભાગના આપ-લેના રાજકારણને સમજે છે, કાયદાના શાસનમાં માને છે અને રાજકીય પ્રક્રિયાઓ તેમજ બંધારણની કદર કરે છે.
પરંપરાગત રિપબ્લિકનો સામાન્ય રીતે મુક્ત બજાર, મજબૂત સુરક્ષા અને રૂઢિગત મૂલ્યોમાં માને છે. કેટલાક વેપાર માલિકો, આર્થિક જગતના માંધાતા અને ખૂબ સમૃદ્ધ છે. તેઓ આપ-લેનું રાજકારણ સમજે છે, કાયદાના શાસનમાં માને છે અને રાજકીય પ્રક્રિયાઓ તેમજ બંધારણની કદર કરે છે.
ટ્ર્મ્પના રિપબ્લિકન મતદારો મોટા પ્રમાણમાં અશિક્ષિત, બ્લુ કૉલર કામદારો છે- તેમાંના મોટા ભાગનાએ તેમની નોકરી ગુમાવી છે અથવા ગુમાવવાનો ભય છે અને તેમને ભવિષ્ય અંધકારમય લાગે છે. મોટા ભાગના મર્યાદિત સરકારની તરફેણ કરે છે અથવા સરકાર વિરોધી છે. જોકે મોટા ભાગનાને સરકારી સુરક્ષા કાર્યક્રમોથી લાભ મળે છે. મોટા ભાગના ૨૦મી સદીના મધ્યમાં સમયને પાછો લઈ જવા માગે છે. એક સમયગાળો જે હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. તેઓ ખ્રિસ્તી, અસહિષ્ણુ, પોતાની બંદૂક ધરાવનારાઓ અને જમણેરી વાત કરતા રેડિયોને સાંભળનારા છે. ટ્રમ્પ રિપબ્લિકનો ડૉનાલ્ડ ટ્રમ્પ તેમને જે કહે છે તેમાં આવી જનારા છે, તેઓ સમજતા નથી કે રાજકારણમાં નિયમો પાળવા, કાયદાને અને બંધારણને અનુસરવાની આવશ્યકતા હોય છે. તેઓ સમાધાન કરવાના બદલે તેમના પોતાના હેતુને અમલમાં મૂકવામાં માને છે. તેમને સરળતાથી ઈચ્છિત માર્ગે વાળી શકાય છે. ટ્રમ્પ રિપબ્લિકન રાજકારણીઓ ખૂબ જ રૂઢિચુસ્ત વિસ્તારોમાં પક્ષની પ્રાઇમરી જીતવા તેમનો ટેકો લેવા માગતા હોય છે.
ડેમોક્રેટ અને રિપબ્લિકો પોતાની અલગ-અલગ દુનિયામાં જીવે છે. તેઓ અલગ પડોશીઓ સાથે જીવે છે, તેઓ અલગ શાળાઓમાં જાય છે અને તેમનાં ઉપાસના સ્થાનો અલગ છે. તેઓ સમાચાર અને મનોરંજન માટે અલગ સ્થાનો જુએ છે.
૨. અમેરિકામાં પ્રવર્તમાન ગતિરોધ માટે કોણ જવાબદાર છે? શું રાજકીય પક્ષો સમાન રૂપે તેના માટે જવાબદાર છે કે તેને માત્ર ટ્રમ્પ પ્રશાસનનું પરિણામ તરીકે જોઈ શકાય?
વિભાજન ઘણા સમયથી થઈ રહ્યું હતું. તેને ન્યૂટ ગિંગ્રિચ અને અન્ય રિપબ્લિકન રાજકારણીઓએ હવા આપી. તેમણે રાજકીય નિયમો અને પ્રક્રિયાઓને અવગણ્યા અને તેમના પર પ્રહારો કર્યા. ચૂંટણીમાં ટ્રમ્પના -વિભાજન કરો અને જીતો-આ અભિગમ અને શાસને પરિસ્થિતિને વણસાવી અને કેપિટલ પર હુમલા માટે ઉશ્કેરી.
કૉંગ્રેસ પર ડેમોક્રેટ રાજકારણીઓના લાંબા સમયના વર્ચસ્વ, અહંકાર, સરકારનું વિસ્તરણ, ઓળખના રાજકારણ પર ધ્યાન અને ભયભીત, ગુસ્સાવાળા રિપબ્લિકનોને સમજવામાં ખામી અને સંવેદનાનો અભાવ વિભાજન વધારે છે.
૩. શું રૂઢિચુસ્ત જૂથો અમેરિકામાં ઉદારવાદી અને લોકતાંત્રિક મૂલ્યોને ક્ષીણ કરવા ઉદારવાદી અધિકારોનો ઉપયોગ કરે છે? રિપબ્લિકન પક્ષનું આમાં શું પ્રદાન છે?
હા. તેઓ મુક્ત વાણીની તરફેણ કરવાનો, કયદા અને બંધારણ તેમજ મૂડીવાદને જાળવી રાખવાનો દાવો કરે છે. જ્યારે મૂલ્યો તેમના હેતુઓને અનુકૂળ હોય ત્યારે તેઓ તેનું સમર્થન કરે છે. જેમની સાથે તેઓ અસંમત હોય તેવા અધિકારો અને સ્વતંત્રતાનું તેઓ સમર્થન કરતા નથી.
બંને પક્ષો અસહિષ્ણુ, હિંસક એવા 'ગોરાઓ સર્વોપરી છે' તેવું માનતા જૂથો પર તવાઈ લાવવામાં નિષ્ફળ ગયા છે જેનાથી સમસ્યા વણસી છે. રિપબ્લિકન રાજકારણીઓ મત જીતવા તેમનું તુષ્ટીકરણ કરે છે અને તેમના દાવાઓને માન્યતા આપે છે, જે સમસ્યા છે.
૪. ચૂંટણી હાર્યા પછી પણ એવું લાગે છે કે નોંધપાત્ર સંખ્યામાં અમેરિકનો ટ્રમ્પની પાછળ સમર્થનમાં છે. તેને કઈ રીતે સમજવું?
ટ્રમ્પના કટ્ટર સમર્થકો ટ્રમ્પ અને કેટલાક રિપબ્લિકન રાજકારણીઓએ તેમને સમજાવેલાં જૂઠાણાંમાં માને છે. તેઓ ષડયંત્ર અને હકીકતની સામે ટ્રમ્પે કહેલાં જૂઠાણાંની વાત ગળે ઉતારે છે.