ગુજરાત

gujarat

By

Published : Mar 13, 2020, 12:32 PM IST

ETV Bharat / international

કેનેડાના PMની પત્ની કોરોનાની ઝપેટમાં, ટુડો 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહેશે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોના પત્ની સોફી ટુડો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે. ગુરુવારે સોફી ટુડોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યાં છે. કેનેડાના PMના પત્નીનો રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ જસ્ટિન ટુડોને સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. કેનેડાના વડાપ્રધાન ટુડો 14 દિવસ સુધી ઘરમાં જ ડોકટર્સની દેખરેખમાં રહેશે.

canada
કેનેડા

ઓટ્ટાવા: શુક્રવારે કેનેડાના PMOએ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં આ વાતની જાણકારી આપવામાં આવી હતી. નિવેદનમાં કેહવામાં આવ્યું કે, વડાપ્રધાન ટુડોની તબિયત ઠીક છે અને તેમનામાં કોરોના વાયરસના લક્ષણોનો નથી.

સોફી ટુડોને પણ અલગથી 14 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવશે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. કેનેડાના વડાપ્રધાનને પોતાના ઘરમાં દેખરેખમાં રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કેનેડામાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. જેથી વડાપ્રધાન ટુડોએ ઘરે થી કામ કરવાનું શરુ કરી દીધું છે. જસ્ટિન ટુડો સતત પોતાના ઘરમાંથી વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી રહ્યાં છે. શુક્રવારે જસ્ટિન ટુડોએ દેશને સંબોધન કર્યું હતું.

નોંધનીય છે કે, દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિશ્વમાં 4000થી વધુ લોકોના મોત થયા છે. કેનેડામાં પણ 138 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેને દેખરેખ રાખવામાં આવી રહી છે. કોરોના વાયરસની કારણે કેનેડામાં એક પણ મોત થયું નથી.

ABOUT THE AUTHOR

...view details