ગુજરાત

gujarat

ETV Bharat / international

જો બાઈડેન આજે અમેરિકાના પ્રમુખ અને કમલા હેરિસ ઉપપ્રમુખ તરીકે શપથ લેશે

જો બાઈડેન આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ જ્યારે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ દરમિયાન 25 હજારથી વધુ જવાનો સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ
અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ

By

Published : Jan 20, 2021, 7:26 AM IST

  • બાઈડને અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ જ્યારે કમલા ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે શપથ લેશે
  • નેશનલ ગાર્ડસના 25 હજારથી વધુ જવાનો સુરક્ષામાં તૈનાત
  • બાઈડન શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિ તરીકે દેશના નામે તેમનું પહેલું સંબોધન

વૉશિગ્ટન : જો બાઈડને અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ જ્યારે કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે શપથ લેશે. ટ્રમ્પ સમર્થકો દ્વારા કેપિટલ હિલ (સંસદ ભવન પરિસપ ) પર હાલમાં થયેલા હુમલા બાદ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ પર ચુસ્ત સુરક્ષા વચ્ચે બાઈડેન અને કમલા હેરિસ શપથ ગ્રહણ કરશે.

મુખ્ય ન્યાયાધીશ જૉન રૉબર્ટસ 12 કલાકે (સ્થાનિક સમયાનુસર) કેપિટલના વેસ્ટ ફ્રેેેેેેેેેેેેેેેેેટમાં બાઈડેનને શપથ ગ્રહણ કરાવશે. શપથ ગ્રહણનું આ પારંપારિક સ્થાન છે. જ્યાં નેશનલ ગાર્ડસના 25 હજારથી વધુ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોને હિંસક પ્રદર્શનને જોઈ આ સ્થાનને કિલ્લામાં ફેરવવામાં આવ્યો હતો.બાઈડન (78) તેમના પરિવારની 127 વર્ષ જુના બાઈબિલની સાથે શપથ ગ્રહણ કરશે. આ દરમિયાન તેમની પત્ની જિલ બાઈડેન તેમના હાથમાં બાઈબલ લઈ ઉભી રહેશે.

અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ઉંમરના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા બાઈડન શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિ તરીકે દેશના નામે તેમનું પહેલું સંબોધન કરશે. ઐતિહાસિક ભાષણ ભારતીય મૂળના અમેરિકી નાગરિક વિનય રેડ્ડીએ તૈયાર કર્યું છે. જે એકતા અને સોહ્રદ પર આધારિત છે.

કમલા હેરિસ ઈતિહાસ રચશે

કમલા હેરિસ (56) પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયાઈ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ બની ઈતિહાસ રચશે. તેમણે સુપ્રીમ કોર્ટના પ્રથમ લૈટિન સભ્ય ન્યાયમૂર્તિ સોનિયા સોટોમેયર પદના શપથ લેવડાવશે.

કમલા હેરિસ 2 બાઈબલને લઈ શપથ લેશે. જેમાં તેમના એક નજીકના પારિવારીક મિત્ર રેગિના શેલ્ટન અને બીજા દેશના પ્રથમ આફ્રિકી મૂળના અમેરિકી સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ થુરગૂડ માર્શલ હશે.

આ વર્ષ સત્તા હસ્તાંતરણ તેમના વિવાદોને લઈ યાદ કરવામાં આવશે. ચૂંટણી બાદ સામાન્ય રીતે પ્રકિયા શરુ થઈ જાય છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા 3 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામોને લઈ અસ્વીકાર કર્યા બાદ કેટલાક દિવસો સુધી શરુ રહ્યું હતુ.

ટ્રમ્પે કહ્યું કે્, તેઓ શપથ ગ્રહણમાં સામેલ થશે નહિ. શપથ ગ્રહણ કાર્યક્રમ સવારના અંદાજે 11 કલાકે (સ્થાનિક સમયાનુસાર) શરુ થશે. આ દરમિયાન ગાયિકા -નૃત્યાંગના લેડી ગાગા રાષ્ટ્રગીત ગાશે અને અમાંડા ગૌરમૈન આ તકે લખવામાં આવેલી એક ખાસ કવિતા રજુ કરશે. અભિનેત્રી-ગાયિકા જેનિફર લૉપજે પણ આ દરમિયાન પ્રસ્તુતિ કરશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details