- તાલીબાનોથી બચવા લોકોએ બાળકોને સૈનિકોને સોંપયા
- બીમીર બાળકને દિવાલ પાર કરાવી
- બાળક સારવાર માતા પિતાને પરત કરાયો
કાબુલ: કાબુલ એરપોર્ટ પર દીવાલ પરથી પસાર થયેલો બાળક તેના પરિવારને પરત મળી ગયો છે, આ મહિતી એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ આપી હતી.એક અહેવાલ મુજબ, તાલિબાનીઓતી બચવા માટે લોકો પોતાના બાળકોને બાળકોને અમેરિકી સૈનિકોને સોંપવા લાગ્યા હતા.જેમાં એક દિવાલ પાર કરેલો બાળક તેના પરિવારને ફરી પરત મળી આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઇરલ
એક વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે, એક યુએસ સૈનિક એક બાળકને એક હાથથી પકડીને તેને દિવાલ પાર કરાવી રહ્યો છે. એક પત્રકાર પરિષદમાં કિર્બીએ કહ્યું, તમે જે વીડિયોની વાત કરી રહ્યા છો તેમાં માતાપિતાએ સૈનિકોને બાળકની સંભાળ રાખવા કહ્યું હતું, કારણ કે બાળક બીમાર હતું, તેથી તેને દિવાલ પાર કરાવીને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતું જે એરપોર્ટ નજીક જ છે. બાળકની સારવાર થયા બાદ તેને તેના માતા પિતાને પરત આપવામાં આવ્યું હતું.તેમણે કહ્યું કે તેઓ યુએસ જવાનો દ્વારા અફઘાન બાળકોને લેવામાં આવતા માત્ર એક જ ઘટનાથી વાકેફ છે અને તેને કરુણાનું કૃત્ય ગણાવ્યું છે, કારણ કે બાળક વિશે ચિંતા હતી.
આ પણ વાંચો : તાલિબાને 150 લોકોનું કર્યું અપહરણ, મોટાભાગના ભારતીયો: સૂત્રો