ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરીકાનો ચીનને ફટકો, 28 કંપનીઓને કરી બ્લેક લિસ્ટ - international news

વોશિંગટન: અમેરિકી વાણિજ્ય મંત્રાલયે સોમવારે ચીનના અશાંત શિનજિયાંગ ક્ષેત્રના ઉઇડર મુસ્લિમો અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવી અને તેની સાથે દુર્વ્યવહાર કરવાને લઇને ચીનની 28 સંસ્થાઓને બ્લેક લિસ્ટ કર્યા છે.

Etv Bharat

By

Published : Oct 8, 2019, 12:46 PM IST

અમેરિકાના વાણિજ્ય પ્રધાન વિલ્બર રોસે આ નિર્ણયની ઘોષણા કરી હતી. તેથી આ સંસ્થાઓ હવેથી અમેરિકન સામાન ખરીદી શકશે નહીં.

રોસે કહ્યું કે, અમેરિકા ચીનમાં વંશીય લઘુમતીઓ પર ક્રુર દમન સહન કરતું નથી અને કરશે નહીં.

અમેરિકા ફેડરલ રજિસ્ટરમાં અપડેટ થયેલી માહિતી મુજબ, બ્લેક લિસ્ટ થયેલ અનેક કંપનીઓમાં વીડિયો સર્વેલન્સ કંપની, હિકવિઝન આર્ટિફિશિયલ કંપનીઓ, મેગ્વી ટેકનોલોજી અને સેન્સ ટાઇમ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details