સેક્રામેન્ટો: કેલિફોર્નિયામાં વોલમાર્ટ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં એક શખ્સે મૉલ લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યાં હતાં જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, અપરાધી પાસે એઆર ટાઇપનું હથિયાર હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિને સેક્રામેન્ટોથી 120 મીલ દૂર, રેડ બ્લફ શહેરમાં પોલીસે તેને ઠાર માર્યો હતો.