વોશિંગ્ટન: દુનિયામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમેરિકામાં કોરોના વાઈરસના કારણે 11 ભારતીયોના મોત થયા છે. અન્ય 16 ભારતીયોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ તમામ ભારતીયો હાલ સારવાર હેઠળ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14795 લોકોના મોત થયા છે અને હજુ પણ 3.35 લાખ લોકો સંક્રમણનો શિકાર થયેલા છે.
એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં સંક્રમણથી મરનાર ભારતીયોમાં તમામ પુરુષો છે, જેમાંથી મોટાભાગના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં રહેનાર છે. મૃતકોમાં ચાર ન્યૂયોર્ક સિટીમાં ટેક્સી ડ્રાઈવર હતાં. બીજી તરફ ફ્લોરિડામાં પણ એક ભારતીયનું મોત થયું છે. ન્યૂયોર્ક એ અમેરિકામાં કોરોના એપિસેન્ટર બન્યું છે, અહીં છ હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યાં હજી પણ 1.51 લાખ લોકો પોઝિટિવ છે.