નિયામે: નાઇઝિરીયા અને ફ્રાંસની સેનાના એક સંયુક્ત અભિયાનમાં દક્ષિણ પશ્ચિમ નાઇઝરમાં 120 આતંકવાદીને ઢેર કર્યા હતા. આ સમગ્ર અભિયાન દરમિયાન આતંકીઓ પાસેથી મુદ્દામાલ તરીકે ઉપકરણ અને વાહન ઝપ્ત કર્યા છે. નાઇઝિરીયાના રક્ષા પ્રધાને એક નિવેદન આપતા આ સમગ્ર માહિતી આપી હતી.
નાઇઝર સેનાની આતંકી વિરૂદ્ધ કાર્યવાહી, 120 આતંકી ઢેર
નાઇઝિરીયા દેશમાં ચાલી રહેલા સેનાના અભિયાનમાં 120 આતંકીઓને ઢેર કર્યા હોવાની માહિતી સામે આવી છે. તમને જણાવી દઇએ કે, આ સૈન્ય અભિયાન ફ્રાંસની સેના સાથે ચલાવવામાં આવી રહ્યું છે.
નાઇઝર સૈન્ય અભિયાનની આતંકી વિરૂદ્ધ કાર્યવાહી
આ તકે રક્ષા પ્રધાને નિવેદનમાં જણાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરીના રોજ માલી અને બુર્કિના ફાસોની સીમા પાસે ટિલાબેરી વિસ્તારમાં 120 આતંકવાદી માર્યા ગયા હતાં. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન નાઇઝિરીયા તથા ફ્રાંસની સેનાના કોઇ પણ સૈનિક ઘાયલ થયા નથી.
આ સંગઠન સ્કૂલના વિદ્યાર્થીઓ, યુવા મહિલાઓ અને પુરૂષોના અપહરણ કરી અને અનેક વિસ્તારમાં આત્મઘાતી હુમલો કરવામાં તેનો ઉપયોગ કરતું હતું.