ગુજરાત

gujarat

ETV Bharat / international

હિન્દી ગીતો પર વીડિયો બનાવનારા તાંઝાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર કિલી પોલને ભારતે આપ્યું મોટું સન્માન - કિલી પોલ બોલિવુડ ગીતો લિપસિંક

તાન્ઝાનિયામાં ભારતીય હાઈ કમિશને કિલી પૉલને ઑફિસ બોલાવીને તેનું સન્માન (Kili Paul honoured by Indian commission) કર્યું હતું. કિલી પોલની ખાસ વાત એ છે કે, તે બોલિવૂડ ગીતો પર ખૂબ જ સરસ લિપ સિંક કરે છે અને તેની સ્ટાઈલ તેને સોશિયલ મીડિયા પર સ્ટાર (Tanzania Social Media Star Honoured) બનાવી રહ્યો છે.

હિન્દી ગીતો પર વીડિયો બનાવનારા તાંઝાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર કિલી પોલને ભારતે આપ્યું મોટું સન્માન
હિન્દી ગીતો પર વીડિયો બનાવનારા તાંઝાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર કિલી પોલને ભારતે આપ્યું મોટું સન્માન

By

Published : Feb 23, 2022, 11:52 AM IST

હૈદરાબાદઃ સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ સામાન્ય લોકોની લાઈફ સેલેબ્સ (Tanzania Social Media Star Honoured) જેવી બની રહી છે. સોશિયલ મીડિયા પર રોજ નવા નવા ચહેરા વાઈરલ થાય છે અને રાતોરાત સ્ટાર બની જાય છે. ખરેખર તો તાન્ઝાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર કિલી પોલના (Tanzania Social Media Star Honoured) લિપ-સિંકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર તોફાન મચાવી રહ્યા છે. હવે કિલી પોલ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ભારતે તાન્ઝાનિયામાં કિલી પોલને ખૂબ સન્માન (Kili Paul honoured by Indian commission) આપ્યું છે. તાન્ઝાનિયામાં ભારતીય હાઈ કમિશને કાઈલી પૉલને ઑફિસ બોલાવીને તેનું સન્માન કર્યું છે.

આ પણ વાંચો-વિજય દેવરાકોંડાએ રશ્મિકા મંદાના સાથેના સંબધની અફવાઓ પરથી ઉઠાવ્યો પડદો

કિલી પોલની ખાસ વાત એ છે કે, તે બોલિવૂડ ગીતો પર ખૂબ જ સરસ લિપસિંક (Kili Paul Bollywood Songs Lipsink) કરે છે અને તેની સ્ટાઈલ તેને સોશિયલ મીડિયા પર સ્ટાર (Tanzania Social Media Star Honoured) બનાવી રહી છે. આપને જણાવી દઈએ કે, તાન્ઝાનિયામાં ભારતીય હાઈ કમિશનર બિનયા પ્રધાને (Kili Paul honoured by Indian commission) સોમવારે ટ્વિટર પર કિલી પૉલ સાથેનો ફોટો શેર કરતા આ માહિતી આપી હતી. ફોટોમાં બિનાયા ભારતીય દૂતાવાસ કાર્યાલયમાં પોલનું અભિવાદન કરી રહ્યા છે. પ્રધાને ટ્વીટ કરીને લખ્યું હતું કે, આજે તાન્ઝાનિયામાં ભારતીય હાઈ કમિશનમાં વિશેષ અતિથિ કિલી પોલ, જે બોલિવુડ ગીતો પર પોતાના વીડિયોથી લાખો ભારતીયોની ફેવરિટ બની ગયા છે.

આ પણ વાંચો- Sharukh Khan Video: બોલિવૂડ કિંગ ખાને વીડિયો શેર કરી મચાવ્યો તહેલકો, કહ્યું...

કિલી પોલે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

તો કિલી પોલે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતીય હાઈ કમિશનનો પણ આભાર માન્યો અને લખ્યું, 'ભારતીય હાઈ કમિશન, તમારો ખૂબ ખૂબ આભાર'.

બોલિવુડ અભિનેતાઓ પણ સોશિયલ મીડિયા પર કિલી પોલને કરે છે ફોલો

આપને જણાવી દઈએ કે, કિલી પોલ પહેલી વાર ફિલ્મ 'શેર શાહ'ના ગીત 'રાતા લાંબિયા' પર લિપ-સિંક કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર 22 લાખથી વધુ લોકો કિલી પોલને ફોલો કરે છે, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details