- દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીની પપૌત્રીને જેલની સજા
- ગાંધીજીની પપૌત્રી આશિષ લતા રામગોબિન પર છેતરપિંડીનો આક્ષેપ
- લતા રામગોબિન પર 62 લાખ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ
ડરબનઃ દક્ષિણ આફ્રિકામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પપૌત્રી આશિષ લતા રામગોબિન પર 62 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. મહાત્મા ગાંધીની 56 વર્ષીય પપૌત્રીને ડરબનની એક કોર્ટે 60 લાખ રૂપિયાની છેતરપિંડી મામલામાં 7 વર્ષની જેલની સજા ફટકારી છે. સોમવારે કોર્ટે આશિષ લતા રામગોબિનને દોષી જાહેર કરી હતી. આશિષ લતા રામગોબિન પર વ્યવસાયી એસ. આર. મહારાજ સાથે છેતરપિંડી થઈ હોવાનો આરોપ લાગ્યો હતો. એસ. આરે ભારતથી એક નોન એક્ઝિસ્ટિંગ કન્સાઈન્મેન્ટ માટે આયાત અને સીમા શુલ્કના કથિતથી ક્લિયરન્સ માટે 62 લાખ રૂપિયા આપ્યા હતા. આમાં મહારાજને નફામાં ભાગ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. લતા રામગોબિન પ્રસિદ્ધ અધિકાર કાર્યકર્તા ઈલા ગાંધી અને દિવંગત મેવા રામગોવિંદની પુત્રી છે. ડરબનની સ્પેશિયલાઈઝ્ડ કોમર્શિયલ ક્રાઈમ કોર્ટે લતાને ક્વિંક્શન અને સજા બંને વિરૂદ્ધ અપીલ કરવાની અનુમતી આપવાથી ઈનકાર કરી દીધો છે.
આ પણ વાંચો-જૂનાગઢ પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો
અગાઉ પણ રામગોબિનને જામીન પર મુક્ત કરાઈ હતી
વર્ષ 2015માં લતા રામગોબિન વિરૂદ્ધ મામલાની સુનાવણી શરૂ થઈ તો નેશનલ પ્રોસિક્યુશન ઓથોરિટીના બ્રિગેડિયર હંગવાની મુલૌદજીએ કહ્યું હતું કે, તેમને સંભવિત રોકાણકારોને આ સમજાવવા માટે કથિત રીતે નકલી ચલાણ અને દસ્તાવેજ આપવામાં આવ્યા હતા કે, ભારતથી લિનનના ત્રણ કન્ટેનર મોકલવામાં આવ્યા છે. તે સમયે લતા રામગોબિનને 50,000 રેન્ડની જામીન પર મુક્ત કરવામાં આવી હતી. સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, લતા રામગોબિને ન્યૂ આફ્રિકા અલાયન્સ ફૂટવિયર ડિસ્ટ્રિબ્યૂટર્સના ડિરેક્ટર મહારાજથી ઓગસ્ટ 2015માં મુલાકાત કરી હતી. કંપની કપડા, લિનન અને બુટના ઈમ્પોર્ટ, ઉત્પાદન અને વેચાણ કરે છે. મહારાજની કંપની અન્ય કંપનીઓને પ્રોફિટ શેરના આધારે ફાઈનાન્સ પણ કરે છે. લતા રામગોબિને મહારાજને કહ્યું હતું કે, તેમણે દક્ષિણ આફ્રિકા ગૃપ નેકકેયર માટે લિનનના ત્રણ કન્ટેનર આયાત કર્યા છે.
આ પણ વાંચો-અમદાવાદમાં આંગણવાડીમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા શખ્સની ધરપકડ
નકલી દસ્તાવેજ બતાવી છેતરપિંડી કરી
NPAનાં પ્રવક્તા નતાશા કારાએ જણાવ્યું હતું કે, લતાએ કહ્યું હતું ક ઈમ્પોર્ટ કાસ્ટ અને સીમા શુલ્ક માટે તેની પાસે પૈસા નહતા. તેણે બંદરગાહ પર સામાન ખાલી કરવા માટે પૈસાની જરૂર હતી. નતાશાએ વધુમાં કહ્યું કે, લતાએ મહારાજને કહ્યું હતું કે, તેને 62 લાખ રૂપિયાની જરૂર છે. મહારાજને સમજાવવા માટે લતાએ તેને પરચેઝ ઓર્ડર દેખાડ્યો હતો. ત્યારબાદ લતાએ મહારાજને વધુ દસ્તાવેજ માટે જે નેટકેયર ઈનવોઈસ અને ડિલીવરી નોટ બતાવી હતી.