હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં 11 ઓગસ્ટના સવારે 7 કલાક સુધીમાં 7,38,605થી વધુ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 2,02,44,601 લોકોને કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો દરરોજ સતત બદલતો રહે છે.
કોરોનાથી દુનિયાભરમાં 7 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડો
દુનિયાભરમાં કોરોના વાઈરસ (COVID-19)ની મહામારીથી લાખો લોકોના મોત થયા છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં પ્રથમ કોરોના સંક્રમણનો કેસ નોંધાયો હતો, ત્યારબાદ કોરોના સંક્રમણથી 7.38 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ વિસ્તારો અને ક્ષેત્રમાં 2,02,44,601થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યાં છે.
દુનિયાભરમાં કોરોના વાઈરસ
આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,31,06,335થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 63,99,661થી વધુ એક્ટિવ કેસ છે. જેમાં અંદાજે 64,522 વધુ કેસ ગંભીર છે. આ આંકડો વર્લ્ડોમીટર(Worldometer) પરથી લેવામાં આવ્યો છે.