વોશિંગ્ટન: કોરોના વાઈરસ વિશ્વના લગભગ બધા જ દેશોમાં ફેલાયો છે. ત્યારે આ વાઈરસને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પણ ઝડપથી નીચે આવી રહી છે. આપને જણાવી દઈએ કે, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 1 લાખ 65 હજાર 69 લોકોનાં મોત થયાં છે. જ્યારે 24 લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થયાં છે.
વર્લ્ડ કોરોના અપડેટ: 1.65 લાખથી વધુ લોકોના મોત, 24 લાખથી વધુ કેસ પોઝિટિવ - More than 165,069 million deaths, more than 24 million infected
વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારીમાં અત્યાર સુધીમાં 1,65,069 લાખથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે વિશ્વના અલગ-અલગ દેશમાં 24,07,339 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
વિશ્વભરમાં કોરોના
આ આંકડાઓ વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યા છે. વિશ્વભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 617,023 લોકો પણ સારવાર બાદ સ્વસ્થ થયા છે. તેમાં જુદા જુદા દેશોમાં, 20 એપ્રિલ સવાર સુધીમાં કોરોનાથી 24 લાખથી વધુ લોકો સંક્રમિત છે.
બીજી તરફ, અમેરિકામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 40,000ને પાર થઈ ગઈ છે.