કોંગો દેશનાં ગોમા શહેરમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાઈલટ સહિત 23 લોકોનાં મોત નિપજ્યા હતા.
કોંગોમાં વિમાન ક્રેશ, પાઈલટ સહિત 23 યાત્રીનાં મોત - બીજી-બી એરલાઈન્સ
કોંગોઃ આફ્રિકા પાસે આવેલા કોંગો દેશનાં ગોમા શહેરમાં વિમાન ઉડાન ભરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં બે પાઈલટ ટીમ સાથે 19 યાત્રીઓ આ નાના વિમાનમાં સવાર હતા. આ વિમાન દુર્ઘટનામાં કુલ 23 લોકોના મોત નિપજ્યા હતા.
A plane crash in Congo, 23 passengers died including a pilot
ડોર્નિયર-228 નામનું વિમાન ગોમાથી 350 KM દુર બેની જઈ રહ્યું હતું. એરપોર્ટની નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
બીજી-બી એરલાઈન્સના કર્મચારી હેરિટિયરે જાણકારી આપતા જણાવ્યું કે, વિમાનમાં 17 યાત્રીઓ અને બે પાઈલટ પણ હતા. વિમાને સવારે 9 વાગ્યાની આસપાસ ઉડાન ભરી હતી.