ગુજરાત

gujarat

ETV Bharat / headlines

રેમડેસિવિર, પ્લાઝમા થેરાપી અને ટોસિલીઝુમેબ દર્દીઓને આપતા પહેલા તેમના પરિજનોની મંજૂરી જરૂરી: દિલ્હી AIIMS

છત્તીસગઢના સ્વાસ્થ્ય વિભાગે રેમડેસિવિર, પ્લાઝમા થેરાપી અને ટોસિલીઝુમેબને પ્રાયોગિક તબક્કાની દવાઓ હોવાનું જણાવી દર્દીઓને ડોઝ આપતા પહેલા તેમના પરિવારજનોની મંજૂરી લેવાની તાકીદ કરી છે.

રેમડેસિવિર, પ્લાઝમા થેરાપી અને ટોસિલીઝુમેબ દર્દીઓને આપતા પહેલા તેમના પરિજનોની મંજૂરી જરૂરી: દિલ્હી AIIMS
રેમડેસિવિર, પ્લાઝમા થેરાપી અને ટોસિલીઝુમેબ દર્દીઓને આપતા પહેલા તેમના પરિજનોની મંજૂરી જરૂરી: દિલ્હી AIIMS

By

Published : May 4, 2021, 6:22 PM IST

છત્તીસગઢ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર માટેનો નવો નિયમ

રેમડેસિવિર, પ્લાઝમા થેરાપી અને ટોસિલીઝુમેબ હજુપણ પ્રાયોગિક તબક્કે

જો ડોક્ટરો કારણ વગર દવાઓ લખી આપે તો તેમના વિરુદ્ધ પગલાં લેવાશે

રાયપુર: છત્તીસગઢ સ્વાસ્થ્ય વિભાગે દિલ્હી AIIMS તરફથી કોરોના સારવાર અંગેના નવા નિયમો જાહેર કરતા રેમડેસિવિર, પ્લાઝમા થેરાપી અને ટોસિલીઝુમેબ હજુપણ પ્રાયોગિક તબક્કે છે તેવી જાહેરાત કરી છે. દર્દીઓ પર આ દવાઓનો ઉપયોગ કરતા પહેલા તેમના પરિજનોની સલાહ લેવી પડશે. ડોક્ટરોને પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ બિન જરૂરી દવાઓ ન લખે.

દર્દીની પૂરતી ચકાસણી વગર રેમડેસિવિર, પ્લાઝમા થેરાપી અને ટોસિલીઝુમેબ નહી આપી શકાય

સ્વાસ્થ્ય વિભાગ અનુસાર આ દવાઓ આપતા પહેલા ડોક્ટરોએ દર્દીની પૂરતી તપાસ કરી લેવી પડશે. દર્દીને કેન્સર, હૃદય રોગ જેવી બિમારીઓ તો નથીને તે અંગેની તપાસ કરી દર્દીના પરીજનોની અનુમતિ મેળવ્યા બાદ જ આ દવાઓ આપી શકાશે. સ્ટેટ મેડિકલ કાઉન્સિલ તરફથી આ અંગે તપાસ હાથ ધરાશે, ઉપરાંત બિન જરૂરી રીતે આ દવાઓ જો ડોક્ટર લેવાનું જણાવે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકશે.

100 માંથી ફક્ત 10 ટકા દર્દીઓમાં જ રેમડેસિવિર ઇન્જેક્શન અસરકારક

કોરોનાની લહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન નો દર્દીઓ પર ખાસ્સો પ્રયોગ થઈ રહ્યો છે. ડોક્ટરો દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે 100 માંથી ફક્ત 8 થી 10 ટકા દર્દીઓમાં જ રેમડેસિવિર ઇન્જેક્શન વપરાઈ શકે છે.

રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી

વધતી માંગ સાથે જ રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી પણ થઈ રહી છે. હાલત એવી થઈ ગઈ છે કે રાજધાનીમાં એક ઇન્જેક્શન 25 થી 50 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યા છે. આ અંગે અનેક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે.

ખાનગી હોસ્પિટલોના પ્રિસક્રિપશનમાં કારણ વગર રેમડેસિવિર ઇન્જેક્શનનું નામ

ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે ખાનગી હોસ્પિટલના ડોક્ટરો બિન જરૂરી રીતે રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉલ્લેખ કરી દર્દીઓ પાસેથી પૈસા પડાવતા હોય છે. કેટલીક ખાનગી હોસ્પિટલોમાં OPDમાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યું હોવાની પણ ફરિયાદો મળવા પામી હતી. આ ઉપરાંત હોમ આઇસોલેશન માં રહેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શન અપાતા CMHO મીરા બઘેલે આ હોસ્પિટલોને પત્ર લખી જવાબ માંગ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details