ગુજરાત

gujarat

ETV Bharat / headlines

મનરેગા હેઠળ 06 કરોડ 60 લાખથી વધુ રકમના કામ હાથ ધરાયા - Ahemdabad manarega scheme

અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના(મનરેગા) હેઠળ 6કરોડ 60 લાખથી વધુ રકમના કામ કરવામાં આવ્યા છે.

મનરેગા હેઠળ 06 કરોડ 60 લાખથી વધુ રકમના કામ હાથ ધરાયા
મનરેગા હેઠળ 06 કરોડ 60 લાખથી વધુ રકમના કામ હાથ ધરાયા

By

Published : Jun 24, 2021, 5:45 PM IST

Updated : Jun 24, 2021, 7:12 PM IST

અમદાવાદમાં મનરેગા સ્કીમ(manarega schem)હેઠળ લોકોને અપાયું કામ

મનરેગા હેઠળ (manarega schem)સિંચાઇ માટેના કૂવા, સામૂહિક વૃક્ષારોપણ, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવા રિચાર્જની કામગીરી કરાઈ

6.60 કરોડનો કરાયો ખર્ચ


અમદાવાદ: આ વર્ષે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના(મનરેગા)હેઠળ(manarega schem)06 કરોડ 60 લાખથી વધુ રકમના કામ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ અમદાવાદના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક ધોરણે જે તે દિવસે 9,504 જોબકાર્ડધારકોને રોજગારી પૂરી પાડી છે. ઉલ્લેખનીય છે કે, મનરેગા હેઠળ(manarega schem)જોબકાર્ડધારક શ્રમિકને કામગીરીના પ્રમાણમાં પ્રતિ દિન રૂપિયા 229 લેખ મહત્તમ મર્યાદામાં દૈનિક વેતન ચૂકવવામાં આવે છે.

મનરેગા હેઠળ(manarega schem)કૃષિ વિકાસના કામ

અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પંકજ ઔંધીયાએ જણાવ્યું હતું કે, “ગામડાઓના આધારસ્તંભ સમાન કૃષિક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી મનરેગામાં જળસંચયના કામ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સિંચાઈ માટેના કૂવા, સામૂહિક વૃક્ષારોપણ, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવારિચાર્જની કામગીરી કરવામાં આવી છે.”

જિલ્લાના જુદા-જુદા તાલુકામાં પુરી પડાઇ શ્રમિકોને રોજગારી

તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારના કામોથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેત-ઉત્પાદકતામાં વૃદ્ધિ થશે અને જેની પ્રત્યક્ષ હકારાત્મક અસર ગ્રામ્ય જીવન પર વર્તાશે.
જો મનરેગા યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના તાલુકાદીઠ કામગીરીનું વર્ગીકરણ કરીએ તો મનરેગા હેઠળ સૌથી વધુ રોજગારી ધોલેરા તાલુકામાં( 368.73 લાખ) પુરી પાડવામાં આવી છે. જ્યારે બીજા ક્રમે સાણંદ તાલુકો (84.16 લાખ) રહ્યો છે.

વિવિધ ગામોમાં રોજગારીનું સર્જન કરાયું છે

અન્ય તાલુકાની વાત કરીએ તો, બાવળા તાલુકામાં 41.4 લાખ, દસક્રોઈ તાલુકામાં 20.2 લાખ, દેત્રોજ તાલુકામાં 12.03 લાખ, ધંધુકા તાલુકામાં 40.23 લાખ, ધોળકા તાલુકામાં 32.03 લાખ, માંડલ તાલુકામાં 46.26 લાખ જ્યારે વિરમગામ તાલુકામાં 15.03 લાખ રૂપિયાની રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે.

કોવિડ ગાઇડલાઈન સાથે રોજગારીનું સર્જન?

મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, કોરોનાની મહામારીના પગલે જિલ્લા વહીવટીતંત્રએ કોવિડની ગાઈડલાઈનનો પણ ચુસ્તપણે અમલ કરાવી આ રોજગાર-સર્જન કર્યું છે. આ ઉપરાંત વધુમાં વધુ શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે દરેક ગામના સરપંચ, તલાટીમંત્રીને તેમના ગામમાં મનરેગાની ગાઈડલાઈન મુજબ કરી શકાય તેવા કામોની યાદી તાલુકા પંચાયત કચેરીમાં પહોંચાડવા માટેનો અનુરોધ પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કર્યો છે.

આ યોજના માગ આધારીત છે

જો કોઈ શ્રમિક પાસે જોબકાર્ડ ન હોય તો નવું જોબકાર્ડ મેળવવા માટે ગામના તલાટીમંત્રી- ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક સાધવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાકીદ કરવામાં આવી છે. અત્રે નોંધપાત્ર બાબાત એ છે કે, આ યોજના માગ આધારીત છે. જરૂરિયાત મુજબના કામ આધારીત જોબકાર્ડ ધારકોને કામગીરીની ફાળવણી કરવામાં આવે છે.

કોવિડમાં સ્થળાંતર અટકાવવા રોજગાર યોજના મહત્વપૂર્ણ

મહાત્મા ગાંધીની ગ્રામસ્વરાજની સંકલ્પનાને સાકાર કરતી મનરેગા યોજના(manarega schem) હેઠળ ગ્રામ્ય સ્તરે જ થઈ રહેલું રોજગાર-સર્જન શહેરી વિસ્તારમાં થતા શ્રમિકોના સ્થળાંતરને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Last Updated : Jun 24, 2021, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details