- નકલી રેમડેસીવીર ઇન્જેકશનની કાળાબજારી ઝડપાઇ
- ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ કુલ 6 શખ્સોની કરી ધરપકડ, 2 ની શોધખોળ શરૂ
- પીપેરાસીલીન અને ટાઝોબાકટોમ એન્ટીબાયોટીકલની બોટલમાં સ્ટીકર પર ડુપ્લીકેટ રેમડેસીવીરના સ્ટીકર લગાવતા હતા
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં લોકોની લાચારીનો લાભ ઉઠાવી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન લોકોને ઉંચા ભાવમાં વેચી કાળા બજારી કરતા 6 શખ્સોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.
આરોપીઓ પાસેથી 103 ઇન્જેક્શન અને રૂ. 21 લાખની રોકડ મળી આવી
ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધર્યુ હતું. ચાંદખેડા, ઝુંડાલ સર્કલ પાસે આવેલા ગાંઠીયારથ પાસે બે શખ્સ પાસેથી હેટેરો કંપનીના રેમડેસીવીર ઇન્જેક્શનના 20 નંગ ઝડપી પાડયા હતા. જેમની પુછપરછમાં સામે આવ્યું હતું કે, તે નિતેષ નામના આરોપી પાસેથી કુલ 30 ઇન્જેકશન લાવ્યા હતા. જે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી હોટલ હયાતમાં રહેતો હતો, જયાં પોલીસે રેડ કરતા વધુ બે આરોપી નિતેષ જોષી અને શક્તિસિંહ રાવત પાસેથી પોલીસે હેટેરો કંપનીના 103 રેમડેસીવીર ઇન્જેક્શન અને 21 લાખથી વધુની રોકડ મળી આવી હતી.
પોલીસે સમગ્ર આરોપીની પૂછપરછ કરતા મળી આવેલા તમામ રેમડીવીર રેમડીસીવીર ઇન્જેકશન નકલી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલાનો મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ વિવેક મહેશ્વરી વડોદરામાં રહે છે., અને જે ફાર્મા કંપની સાથે જોડાયેલ છે. આ આરોપી પીપેરાસીલીન અને ટાઝોબાકટોમ એન્ટીબાયોટીકલની બોટલો મેળવતો હતો. અને તેમના પર લગાવવામાં આવેલા ઓરીજનલ સ્ટીકરો કાઢી, તેમના પર હેટેરો અને જ્યુબીલન્ટ કંપનીના રેમડેસીવીર ઇન્જેકશનના સ્ટીકરો લગાડતા હતા.
પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતા હતા ઇન્જેક્શનના સ્ટીકરો