મુંબઈઃભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિવંગત દિગ્ગજ દિગ્દર્શક યશ ચોપરાએ 11 વર્ષ પહેલા વર્ષ 2012માં દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે તેમની પત્ની પામેલા ચોપરાના નિધનના દુઃખદ સમાચાર આવ્યા છે. પામેલાએ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પામેલાના નિધનથી ફિલ્મ જગત શોકમાં છે અને સેલેબ્સ તેમને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પામેલા અને યશને બે પુત્રો છે. આદિત્ય ચોપરા અને ઉદય ચોપરા જેઓ યશ રાજ પરિવારનો ફિલ્મ બિઝનેસ સંભાળે છે. વર્ષ 2012માં યશ ચોપરાનું ડેન્ગ્યુથી મૃત્યુ થયું હતું.
Pamela Chopra passes away: યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું થયું અવસાન, સ્ટાર્સ શોકમાં ગરકાવ - યશ ચોપરાની પત્નીનું અવસાન થયું
હિન્દી સિનેમાને એક બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર પીઢ દિગ્દર્શક યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું નિધન થયું છે. પામેલા ચોપરાને મુંબઈ ખાતે સ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પામેલાએ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પામેલા છેલ્લે YRF ડોક્યુમેન્ટ્રી 'ધ રોમેન્ટિક્સટ'માં જોવા મળી હતી.
પામેલા ચોપરાનું નિધન: પામેલા પ્લેબેક સિંગર હતી. તે એક ફિલ્મ લેખક અને ફિલ્મ નિર્માતા પણ હતી. મીડિયા અનુસાર પામેલા ચોપરાને મુંબઈ ખાતે સ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તે 15 દિવસથી વેન્ટિલેટર પર હતા. પરંતુ પરિવારે હજુ સુધી તેમના મૃત્યુની પુષ્ટિ કરી નથી. પામેલા છેલ્લે YRF ડોક્યુમેન્ટ્રી 'ધ રોમેન્ટિક્સટ'માં જોવા મળી હતી.
આ પણ વાંચો:Aaradhya Bachchan: આરાધ્યા બચ્ચને બોલિવૂડ ટાઈમ્સ સામે હાઈકોર્ટમાં અરજી કરી, 20 એપ્રિલે સુનાવણી
પામેલાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ: પામેલા છેલ્લે YRF ડોક્યુમેન્ટ્રી 'ધ રોમેન્ટિક્સ'માં જોવા મળી હતી, જ્યાં તેણે પતિ યશ ચોપરાના ફિલ્મી કરિયર પર કેટલીક વાતો કહી હતી. પામેલાએ પોતાના પતિ યશ ચોપરાની ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. જેમાં વર્ષ 1976માં બનેલી ફિલ્મ 'કભી કભી' સામેલ છે. પામેલાએ યશ રાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ મુઝસે 'દોસ્તી કરોગી' માટે છેલ્લી વખત ગીત ગાયું હતું. બોલિવૂડની હિટ અભિનેત્રી રાની મુખર્જી તેના ઘરની મોટી વહુ છે. રાનીએ પામેલાના મોટા પુત્ર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે. પામેલાના નાના પુત્ર ઉદય ચોપરાએ હજુ સુધી લગ્ન કર્યા નથી.