હૈદરાબાદ: નવાઝુદીન સિદ્દીકીની પત્નિ આલિયા સિદ્દીકી, ઉર્ફે ઝૈનબ ઉર્ફે અંજના કિશોર પાંડે જેમનો પોતાના પતિ સાથે થયો છે વિવાદ. તેમનો એક વીડિયો પણ છે જેમાં નવાઝુદીન પત્ની સાથે ગેટ પાસેથી વાતવિવાદ કરતો જોવા મળે છે. નોંધનિય છે કે, પાછળથી ગયા મહિને આલિયા પર નવાઝની માતા મેહરુનિસા સિદ્દીકીની ફરિયાદ પર કથિત પેશકદમી અને સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટના અભિનેતા, તેની પત્ની અને તેની માતા વચ્ચે મિલકતના વિવાદનું પરિણામ હોઈ શકે છે. આવો જાણીએ કે, આલિયાએ પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટમાં તેઓ શુ કહે છે.
આ પણ વાંચો:Sid Kiara Varmala Video: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંગ વર્માલા તસ્વીર, જુઓ અહિં
આલિયાએ કરી પોસ્ટ: નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકીના નવા દાવાઓ અને ચોંકાવનારા આરોપો સામે આવી રહ્યા છે. શુક્રવારે આલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં નવાઝુદ્દીન તેમના બંગલાના ગેટની બહાર તેની સાથે વાતચીત કરતો જોવા મળે છે. આલિયાએ કેટલાક દસ્તાવેજો શેર કર્યા છે, જેમાં તેણીને નવાઝુદ્દીનની પત્ની તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું કે, તેણીને "એક માણસને 18 વર્ષ આપવા બદલ પસ્તાવો થાય છે, જેની નજરમાં મારી કોઈ કિંમત નથી." આલિયાએ એ પણ ખુલાસો કર્યો છે કે, જ્યારે તે વર્ષ 2004માં તેને મળી ત્યારે નવાઝુદ્દીન પાસે કંઈ જ નહોતું. આ કપલ લિવ-ઈન રિલેશનશિપમાં હતું અને નવાઝના ભાઈ શમસુદ્દીન સિદ્દીકી સાથે 1 રૂમનો ફ્લેટ શેર કર્યો હતો.
લિવઈન રિલેશનશિપ: આ દંપતીએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા અને એક વર્ષ પછી તેમને એક દિકરી પ્રાપ્ત થઈ હતી. આ કપલના ઘરે જન્મેલી દિકરીનું નામ શોરા સિદ્દિકી છે. તેની તાજેતરની પોસ્ટમાં આલિયાએ દાવો કર્યો હતો કે, નવાઝ તેમના બીજા બાળકને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો છે. આલિયા કહે છે કે, ''અમારા પહેલા બાળકના જન્મ પછી તેણે મને છૂટાછેડા આપ્યા હતા અને છૂટાછેડા પછી ફરીથી હું તેની સાથે સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન અમે લિવઇન રિલેશનશિપમાં હતા ત્યારે અમારા બીજા બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં જ્યારે અમારા છૂટાછેડા પણ નહોતા થયા ત્યારે તેણે મને ક્યારેય તેની પત્ની તરીકે ગણી ન હતી,”