ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'ધ કાશ્મીર ફાઇલ્સ'ને વિકિપીડિયાએ 'ષડયંત્ર' ગણાવ્યું, ડિરેક્ટરને આવતા કહ્યું... - Vivek Agnihotri

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના (Film The Kashmir Files) નિર્દેશક વિવેક અગ્નિહોત્રીનો પારો તાળવે ચડ્યો હતો. વિકિપીડિયાએ તેમની ફિલ્મને 'કાલ્પનિક', 'ખોટી' અને 'ષડયંત્ર' સાથે સંબંધિત ફિલ્મ ગણાવી છે.

'ધ કાશ્મીર ફાઇલ્સ'ને વિકિપીડિયાએ 'ષડયંત્ર' ગણાવ્યું, ડિરેક્ટરને આવ્યો ગુસ્સો
'ધ કાશ્મીર ફાઇલ્સ'ને વિકિપીડિયાએ 'ષડયંત્ર' ગણાવ્યું, ડિરેક્ટરને આવ્યો ગુસ્સો

By

Published : May 3, 2022, 12:59 PM IST

હૈદરાબાદઃ પ્રસિદ્ધ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (Film The Kashmir Files) રિલીઝના લગભગ દોઢ મહિના પછી પણ ચર્ચામાં છે. સસ્તા બજેટમાં બનેલી આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે આશ્ચર્યજનક રીતે 250 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ફિલ્મની ચર્ચાનું કારણ વિકિપીડિયા પર ફિલ્મની વિગતો છે. વાસ્તવમાં વિકિપીડિયાએ આ ફિલ્મને 'કાલ્પનિક', 'ખોટી' અને 'ષડયંત્ર' સાથે સંબંધિત ફિલ્મ ગણાવી છે. હવે વિકિપીડિયાની ફિલ્મનું આ વર્ણન જોઈને ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીનો પારો ઊંચો થઈ ગયો છે. આ અંગે તેણે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

વિવેક અગ્નિહોત્રીનું ટ્વિટ

આ પણ વાંચો:Big Boss : રેસલિંગ પ્રેક્ટિસ દરમિયાન અર્શી ખાનના પડી ગયા દાંત

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ': નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની આવી વિગતો આપવા બદલ વિકિપીડિયાની પણ ટીકા કરી છે. ટ્વિટર પર 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વિકિપીડિયા દ્વારા આપવામાં આવેલા વર્ણનનો સ્ક્રીનશોટ શેર કરતાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું કે, 'પ્રિય વિકિપીડિયા, તમે ઇસ્લામોફોબિયા, પ્રચાર, સંઘી અને કટ્ટરપંથી જેવા શબ્દો ઉમેરવાનું ભૂલી ગયા છો. તમે તમારી બિનસાંપ્રદાયિક ઓળખ ગુમાવી રહ્યા છો. મહેરબાની કરીને જલ્દીથી આને ઠીક કરો. વિવેક અગ્નિહોત્રીનું આ ટ્વિટ આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો:મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ? અભિનેતાના પુત્રએ વાયરલ તસવીરને લઈને કહ્યું...

ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી : ફિલ્મની વાર્તા 1990માં કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાં હિજરતની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મે એક તરફ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી, તો બીજી તરફ ફિલ્મને કારણે દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. કોઈને ફિલ્મ વિશે નકારાત્મક વિચારો હતા તો કોઈએ ફિલ્મને દિલ પર લીધી હતી. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી જેવા કલાકારોએ કામ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details